Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

પીએમ મોદીનો સુપર પ્રોજેકટ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક ફલોપઃ પગાર ચુકવવાના'ય પૈસા નથી

ધંધો ન હોવાના કારણે IPPB એ બંધ કરી નવી ભરતી

નવી દિલ્હીઃ દેશમાં ગયા વર્ષે જોર-શોરથી શરૂ કરેલી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) ફલોપ થતી જણાય છે. હાલત એવી છે કે બરાબર ધંધો ન થતા બેંક કર્મચારીઓ માટે સેલેરીની રકમ પણ નથી ભેગી કરી શકી. પોસ્ટલ ડિપાર્ટમેન્ટને હવે લાગી રહ્યું છે કે IPPBની સેવાઓ અવ્યવહારિક છે અને તેમણે નવી ભરતી બંધ કરી દીધી છે. ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક તેને સ્મોલ ફાયનાન્સ બેંકમાં બદલવાની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યું છે જેથી ૧ લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ સ્વીકારવા સાથે તે લોન પણ આપી શકે.

નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું, અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆત સુધીમાં અમને રિઝર્વ બેન્કની પરવાનગી મળી જશે. સૂત્રોના જણાવ્યા મુજબ પેમેન્ટ બેંકનું મોડેલ જ ભૂલભરેલુ હતું. પેમેન્ટ બેંકની કોર બેંકિંગ સિસ્ટમ અને તેની સાથે જોડાયેલી ટેકનોલોજી પર ૧૦૦૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો. કદાચ અમને આ ટેકનોલોજીની જરૂર જ નહતી. કર્મચારીઓ પાછળ થતો ખર્ચ પણ ખૂબ વધી ગયો. તે અંદાજે રૂ. ૨૫૦ કરોડ જેટલો છે.

પેમેન્ટ બેન્કની પરિકલ્પના રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રદ્યુરામ રાજને તૈયાર કરી હતી. તે ડિફરંશિયેટેડ બેંકનો આઈડિયા લઈ આવ્યા હતા. આ બેંક લોન તથા બેંક દ્વારા અપાતી અન્ય સેવા નથી આપતી અને એક લાખ કરતા વધુ ડિપોઝિટ નથી લઈ શકતી. પરંતુ તે બેંકિંગ સેવાઓને દેશના છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં બેંકિંગ પ્રણાલીમાં બદલાવ માટે ત્ભ્ભ્ગ્ લોંચ કરી હતી. તેને પોસ્ટ ઓફિસમાં સ્થિત ૩૨૫૦ એકસેસ પોઈન્ટ્સ ઉપરાંત ૬૫૦ શાખામાં લોન્ચ કરવામાં આવી હતી.

(3:34 pm IST)