Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

પ૦૦ ઇસાઇઓએ ફરીથી અપનાવ્યો હિંદુ ધર્મ

દેર આયે દુરસ્ત આયેઃ ભાજપા દ્વારા 'ઘર વાપસી' કાર્યક્રમ

કુર્નુલ (આંધ્ર પ્રદેશ) તા. ર૩ :.. આંધ્ર પ્રદેશના કુર્નુલ જીલ્લામાં ભાજપાએ રવિવારે 'ઘર વાપસી' કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું. ભાજપાનો દાવો છે કે આ કાર્યક્રમમાં પ૦૦ ઇસાઇઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. બીજેપી સ્ટેટ એસસીસેલના મંત્રી ડી. શ્રીનિવાસ અને વિશ્વ ધર્મ રક્ષણ વૈદિકાના શીર સિવા સ્વામી દલિત વસ્તીઓમાં ગયા અને 'ઘર વાપસી' કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

આ કાર્યક્રમ બાબતે ટીડીપીએ વાયએસઆર કોંગ્રેસ પર નિશાન તાકતાં કહયું કે વાયએસઆર કોંગ્રેસ સરકારની પરવાનગીથી આ બધા કાર્યક્રમો થઇ રહ્યા છે. 'ઘર વાપસી' કાર્યક્રમ અંતર્ગત શીર શિવા સ્વામી અને શ્રીનિવાસે દલિત કોલોનીની મુલાકાત લઇને સ્થાનિક લોકોને શપથ લેવડાવ્યા હતાં. કે તેઓ સનાતન ધર્મનું પાલન કરશે તે ઉપરાંત શ્રી અરામા વીરભદ્ર સ્વામી મંદિરમાં મહામૃત્યંજય યજ્ઞ, પુનરાગમન અને પવિત્ર મહાયજ્ઞ પણ કરાવવામાં આવ્યો હતો.

ભાજપા નેતાઓએ દાવો કર્યો છે કે લગભગ પ૦૦ લોકોને હિંદુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા છે અને તેમણે ફરીથી ચર્ચમાં નહીં જવાનું વચન આપ્યું છે. ભાજપાનો આક્ષેપ છે કે ઇસાઇ મીશનરીઓ ગરીબ દલિતો અને આદિવાસીઓને લોભાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. તેમણે નિર્ણય કર્યો છે કે શ્રી શિવસ્વામીના નેતૃત્વમાં રાજયભરમાં આ પ્રકારના 'ઘર વાપસી' કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

(1:10 pm IST)