Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

ભારતના બેન્કિંગ સેક્ટરમાં 3.5 લાખ કરોડની મૂડીની તંગી સર્જાશે :તરલતાની સમસ્યા ગંભીર બનશે: ફીચ

નિયામકીય શરતોને પૂર્ણ કરવા માટે 10 અબજ ડોલરની મૂડીની આવશ્યકતા પડશે.

નવી દિલ્હી : ભારતના બેન્કિંગ સેક્ટરમાં તરલતાની સમસ્યા વધી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું કે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) સેક્ટરમાં સિસ્ટમેટિક ક્રાઇસિસની સ્થિતિમાં બેન્કોએ લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા (લગભગ 50 અબજ ડોલર)ની મૂડીની તંગી સામનો કરવો પડી શકે છે. માર્ચ 2020ના અંત સુધીમાં નિયામકીય શરતોને પૂર્ણ કરવા માટે 10 અબજ ડોલરની મૂડીની આવશ્યકતા પડશે.

  ફિચ રેટિંગ્સના મતાનુસાર સરકારી માલિકીની બેન્કોની નાણાંકીય સદ્ધરતા વધુ દબાણ હેઠળ આવશે અને નબળી બનશે, જેમાં 'બી' શ્રેણીની વાજબી રેટિંગ વાળી બેન્કોએ સરકારી મૂડીકરણ વગર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તણાવગ્રસ્ત એનબીએફસી સેક્ટરમાં વ્યાપક દબાણ ઉત્પન્ન થવાથી સર્જાયેલી તરલતાની સમસ્યા બેન્કો પર સંભવિત અસર કરી શકે છે.

   રેટિંગ એજન્સીએ કહ્યું કે,બેન્કોનું NBFCમાં રહેલું 30 ટકા એક્સપોઝર એનપીએમાં રૂપાંતરિત થઇ શકે છે. અમે તેને અત્યંત ખરાબ સ્થિતિની નજીકની પરિસ્થિતિ તરીકે જોઇ રહ્યા છીએ. પરંતુ આ આંકડા એવા ક્ષેત્રોનું પણ પ્રતિબિંબ પાડે છે જેમને જોખમી બિઝનેસ અને ફાઇનાન્સ પ્રોફાઇલ્સ તરીકે વર્ગીકૃત કરાયેલા છે. અમારા મતે તંગ પ્રવાહિતા અને નબળાં વેચાણને લીધે બેન્કોનંર 30 ટકા એક્સપોઝર એનપીએ બની જશે.

(12:43 pm IST)