Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

પાકિસ્તાનને આડુ જ ચાલવુ છેઃ દિવાળી નિમિત્તે ભારતે શુભેચ્છા રૂપે આપેલી મિઠાઈ નફફટપૂર્વક ન સ્વીકારી

ઈસ્લામાબાદમાં તથા સરહદે પાકિસ્તાને ફરી પોતાના લખણ ઝળકાવ્યા

નવી દિલ્હી, તા. ૨૩ :. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા ટેન્શનના માહોલ વચ્ચે દિવાળી પર પાકિસ્તાને ન સ્વીકારી ભારતની મિઠાઈ. પાકિસ્તાનને આડુ જ ચાલવુ છે તે સ્પષ્ટ થઈ ગયુ છે. દર વર્ષે દિવાળી પર સરહદે મિઠાઈને એક્ષચેન્જ કરવામાં આવે છે જે આ વખતે નથી થયું.

સૂત્રોનું માનીએ તો પ્રોટોકોલ હેઠળ દર વર્ષે ઈસ્લામાબાદમા મોજુદ ભારતીય હાઈકમિશન દિવાળી પર બધી ઓફિસોમાં મિઠાઈ મોકલે છે. પાકિસ્તાનની આઈએસઆઈએ પહેલા પ્રોટોકોલનું સ્વાગત કરી મિઠાઈ સ્વીકારી અને પછી પરત કરી દીધી હતી.

ઈસ્લામાબાદ જ નહિ અન્ય અધિકારીઓએ સરહદ પર પાક રેન્જર્સને મિઠાઈ સોંપી હતી પરંતુ તેમને સ્વીકારી નહોતી. ૩૭૦મી કલમ હટાવાયા બાદ બન્ને દેશો વચ્ચે ભારે ટેન્શન ચાલી રહ્યુ છે.

(11:33 am IST)