Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

પાકિસ્તાન ઉપર ભૂત સવારઃ તુર્કીને પરમાણુ બોંબ વેચશે

ઇરાન-ઉ.કોરીયા તથા લીબીયાને અત્યાર સુધી વેચી છે પરમાણુ ટેકનીક

વોશિંગટન, તા.૨૩: તુર્કીએ પરમાણુ બોમ્બ બનાવવાની ઈચ્છા વ્યકત કર્યા પછી પરમાણુ પ્રસાર માટે બદનામ થયેલા પાકિસ્તાન પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. ૧૫ વર્ષ પહેલા પરમાણુ તસ્કર અબ્દુલ કાદિર ખાને સ્વીકાર્યું હતું કે તેણે કેટલાક દેશોને પરમાણુ ટેકિનક વેચી હતી અને તેનો ગેરકાયદેસર રીતે નિકાસ કર્યો હતો. હવે દોઢ દાયકા પછી આ મુદ્દો ફરી ગરમાયો છે, કારણ કે, રાષ્ટ્રપ્રમુખ રિજેપ તૈય્યપ એર્દોગને હાલમાં જ પોતાની પાર્ટીની એક બેઠકમાં કથિત રીતે તુર્કીને ન્યુકિલયર પાવર બનાવવાની ઈચ્છા વ્યકત કરી છે.

એર્દોઆને કરેલા નિવેદન બાદ અમેરિકામાં તેની હલચલ વધી ગઈ છે. ન્યુયોર્ક ટાઈમ્સે સોમવારે પોતાના રિપોર્ટમાં સવાલ ઉઠાવ્યો, જો અમેરિકા તુર્કી નેતાને પોતાના કુર્દિશ સહયોગીઓને બર્બાદ કરવાથી નથી રોકી શકયા તો તેઓ તેમને પરમાણુ હથિયાર બનાવવા કે ઈરાનની જેમ આમ કરવા માટે પરમાણુ ટેકિનક એકઠી કરવા માટે કઈ રીતે રોકી શકે?

સૂત્રોના જણાવ્યા મુજબ આવ્યું છે કે, 'તુર્કી પહેલા બોમ્બ બનાવવાના પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે, યુરેનિયમનો ભંડાર જમા કર્યો છે અને રિએકટરો સાથે જોડાયેલા રિસર્ચ કરી રહ્યું છે. તુર્કીના પરમાણુ દુનિયાના કુખ્યાત કાળાબજારી પાકિસ્તાનના અબ્દુલ કાદિર ખાન સાથે રહસ્યમય સમજુતી છે.'

પાકિસ્તાનના આ પરમાણુ વૈજ્ઞાનિક પર ઉત્ત્।ર કોરિયા, ઈરાન અને લીબિયાને પરમાણુ ટેકિનક વેચવાનો આરોપ છે. હવે એવી ચર્ચાઓ સામે આવી રહી છે કે તુર્કી તેનો ચોથો ગ્રાહક છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં પણ આ તરફ ઈશારો કરાયો છે. ખાને ન્યુકિલયર નેટવર્ક મલેશિયા સુધી ફેલાવ્યું છે.

પાકિસ્તાન દ્વારા પરમાણુ ટેકિનકની કાળાબજારીનો મામલો ૨૦૦૪-૨૦૦૫માં સામે આવ્યો. તે સમયે અમેરિકાની બુશ સરકારને અફદ્યાનિસ્તાનમાં પાકિસ્તાનની જરુર હતી. તે સમયે અબ્દુલ કાદિર ખાને પરમાણુની કાળાબજારી વાત ટીવી પર સ્વીકારી હતી. જોકે, ખાને દાવો કર્યો હતો કે પરમાણુ ટેકિનક વેચવાનું કામ તેણે પોતાની મરજીથી નથી કર્યું, તેમાં પાકિસ્તાનની સરકારની કોઈ ભૂમિકા કે મંજૂરી નહોતી.(

(12:59 pm IST)