Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સોનિયા ગાંધી તિહાર જેલમાં પહોંચ્યા : કર્ણાટક કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર સાથે મુલાકાત કરી

શિવકુમારના હાલચાલ જાણવા અને તેમના પ્રત્યે એકજુટતા દર્શાવવા જેલમાં મળ્યા

નવી દિલ્હી : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિહાર જેલમાં કર્ણાટક કોંગ્રેસના કદ્દાવર નેતા અને પૂર્વ પ્રધાન ડી.કે. શિવકુમાર સાથે મુલાકાત કરી. શિવકુમાર મની લોન્ડ્રિંગ મામલામાં ઇડીની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે.

  કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી શિવકુમારના હાલચાલ જાણવા તેમજ તેમના પ્રત્યે એકજૂટતા દર્શાવવા જેલ પહોંચ્યા.હતા

   અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ આ પહેલા આઇએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ સાથે પણ મુલાકાત કરી હતી.

(11:18 am IST)