Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૬)

''પરમાત્મા પ૨ વિશ્વાસ સંપૂર્ણરૂપે કરતા પહેલા તેના સત્ય સ્વરૂપને જાણવું બડુ આવશ્યક છે. જે રીતે ગંતવ્ય સ્થાનની જ ખબર ન હોય, તો રસ્તો શોધવો વધારે મુશ્કેલ હોય છે. તે જ રીતે ઈશ્વરના સ્વરૂપની કે સ્થાનની ખબર જ ન હોય, તો પ્રાર્થના કૌને કરીએ, કઈ દિશામાં કર્રીએ તે પ્રાર્થનાની દિશા જ સ્પષ્ટ નથી હોતી. જયાં સુધી પ્રાર્થનાને સાચી દિશા ન હોય, તો સંપૂર્ણ વિશ્વાસ નહિ હોય અને જયાં સુધી વિશ્વાસ ન હોય, તો હૃદયના ઊંડાણમાંથી પ્રાર્થના કરી જ ન શકાય અને જયાં સુધી હૃદયનાં ઊંડાણ માંથી કૌઈ પ્રાર્થના ન કરાઈ તે પ્રાર્થના પૂર્ણ કેમ થઈ શકે? પ્રાર્થના કરવામાં હૃદયનું ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. હૃદયનો ભાવ જપ્રાર્થનાની શકિત હોય છે અને આ હૃદયનો ભાવ આસ્થાના કારણે નિર્માણ થાય છે.

''આધ્યાત્મિક ક્ષેત્રમાં ચિત્તનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેથી ચિત્તશુધ્ધિ માટે પ્રતીકાત્મક ગણે શપ્‌જા પ્રત્યેક ધાર્મિક કાર્યમાં થાય છે. શ્રી ગણે શને પવિત્રતાનું પ્રતીક મનાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રથમ ચિત્તની પવિત્રતા છે, ચિત્તની શુધ્ધતા છે. આ પવિત્રતા ચિત્તને સશકત કરે છે અને ચિત્તને નબળું મનુષ્યનો ભૂત્તકાળ કરે છે અને મનુષ્યની આસકિત ચિત્તને સ્થિર નથી થવા દેતી. તેથી  બન્નેથી બચવાથી જ ચિત્ત શુધ્ધ, પવિત્ર થઈને સશકત બને છે અને સશકત ચિત્તથી પ્રાર્થના પૂર્ણ થાય છે.''

'“આસકિત કોઈની પણ હોય, તે ઘાતક છે અને કોઈ સ્ત્રી પ્રત્યે આસ કિત ચિત્તને બમણું નુક્સાન પહોંચાડે છે. 'સ્ત્રો'ની આસકિત ને સમજતાં પહેલાં સ્ત્રીને સમજવાની આવશ્યકતા છે. 'સ્ત્રી' ની નિર્મિતી પરમાત્માએ 'શક્તિ'ના રૂપમાં કરી છે. મનુષ્યની શકિતનેક્રિયાન્વિત કરવા માટે પરમાત્માએ 'સ્ત્રી' નું નિર્માણ કું છે. 'સ્ત્રો' એક શકિત છે. જરૂર છે, તમે તેને શકિત સમજો. 'સ્ત્રી' માં ગ્રહણ કરવાની અપાર શકિત હોય છે. તે ગ્રહણ કરે લી શકેતઓને બરોબર વિકસિત કરી શકે છે. વિકસિત કરીને પૂર્ણત્વ પ્રદાન કરી શકે છે. આ રીતની ફક્ત શારીરિક સંરચના જ નથી હોતી, તે તેને બધી બાજુ બધા ક્ષેત્રમાં આમ કરી શકે છે.પુરૃષ અને સ્ત્રી સમાજરૂપી રથના બે પૈડાં છે. આ બન્ને વગ૨ સમાજ વિકસિત ન થઈ શકે. અ્તરો' ની શકિતઓનું જ્ઞાન સ્ત્રીઓ પહેલા પુ રુષને થઈ ગયેલું. શકેતઓનાં કારણે પોતાની ઉપર તેનું વર્ચસ્વ ન થઈ જાય એમ માનીને પુ રૃષે સ્ત્રીઓને દબાવવાનું શરૂ કર્યું અને આજે હજારો વર્ષોથી સ્ત્રીશકિતનું દમન થઈ રહ્યું છે અને અજાણતા જ સમાજમાં એક અસંતુલનનું [નિર્માણ થઈ રહ્યું છે.

'સ્ત્રી' શકિતને સંતુલિત કર્યા વગર સમાજનો સંતુલિત વિકાસ સંભવ નથી. 'સ્ત્રી' પુ રુષની પત્ની ત ચીકે ઓછી હોય છે, માતા તરીકે વધારે હોય છે. કારણ માતાનો સ્વભાવ જ તેનો મૂળ સ્વભાવ છે. જે કોઈ આધ્યાત્મિક સંત મહાત્મા થયા છે તો તે બધાના જીવનમાં કયાંયને કયાંય તેમની પ્રે રણાના રૂપમાં 'સ્ત્રો' શકિતનો હાથ રહ્યો જ છે. કોઈના જીવનમાં પ રોક્ષરૂપમાં, તો કોઈના જીવનમાં અપરોક્ષરૂપમાં છે. તેથી દેવી દેવતાઓમાં પણ 'સ્ત્રીઓ'ને વિશેષ સન્માનનો દરજજો અપાયો છે.

"આ રીતે 'સ્ત્રી'એક શકિત છે અને તે શકિત પ્રત્યે શારીરિક આસકિત એક તરફ ચિત્તને નષ્ટ કરે છે, બોજી તરફ પોતાના અંદરની શકિતની વ્યવસ્થાને પણ નષ્ટ કરે છે. આ રીતે 'સ્ત્રી' પ્રત્યે આસકિત ચિત્તને બહુ મોટું નુકસાન પહોંચાડે છે. 'સ્ત્રો' એક ભોગવિલાસની વસ્તુ નથી. સ્ત્રી, શકિત ગ્રહણ કરવાનું સ્થાન છે. આપણે 'સ્ત્રી' ને ભોગવિલાસની વસ્તુ સમજીને આપણે આપણ જ શકિત ગ્રહણ કરવાના સ્થાનને ખરાબ કરીએ છીએ અને જયારે શકિત ગ્રહણ કરવાનું સ્થાન જ ખરાબ થઈ જાય, તો શકિત ગ્રહણ કરીશું કઈ રીતે? અને જયારે શકિત ગ્રહણ નહિ કરીએ, તો જીવનનું કોઈપણ કાર્ય કઈ રીતે થશે? આપણે આપણા શરીરનાં શકિત ગ્રહણ કરવાના સ્થાનને બગાડીને આપણજ પગ પર કુહાડી મારીએ છીએ. તેથી આસકિતઓમાં સ્ત્રીની આસકિત મનુષ્યને બેવડું નુક્સાન પહોંચાડે છે . તેથી મનુષ્યે કોઈ સ્ત્રીની આસકિતથી બચવું જોઈએ. 'કામ' થી વધારે 'કામવાસના' ઘાતક છે. કામની વાસના શરીરની સાથે મનુષ્યના ચિત્તને પણ નષ્ટ કરો દે છે.

'સ્ત્રી' શરીરની સં રચના એવી છે કે તે તરત સમાધાન પ્રાપ્ત કરે છે. જયારે પુ રુષને સમાધાનની સ્થિતિ પ્રાપ્ત કરવામાં ઘણો સમય લાગે છે. આ ફક્ત શાર્સીરિકસ્તરે જ નહિ, માનસિક સ્ત રે પણ છે. 'સ્ત્રી' ને વસ્તુનો ઉપભોગ કરવા કરતા વસ્તુને વર્હેચવામાં વધારે આનંદ આવે છે. ગ્રહણ કરવાની ક્ષમતા સ્ત્રોમાં વધારે હોય છે. સંગોપનની ક્ષમતા સ્ત્રીમાં વધા રે હોય છે અને વહેંચવાની ક્ષમતા સ્ત્રીમાં પુ રુષો કરતા વધા રે હોય છે. આ બધી સ્ત્રી સુલભ વિશેષતાઓ છે. જેટલુ સ્ત્રીતત્ત્યવ શુધ્ધ અને પવિત્ર થશે, તેટલી જ વધારે માત્રામાં આ વિશેષતાઓ સ્ત્રોમાં વધારે જોઈ શકાય છે.''

"પોતાનું બધું જ દાવપર૨ લગાડવાની ક્ષમતા 'સ્ત્રો' માં જન્મજાત હોય છે. એકસ્ત્રી જયારે કોઈ બાળકને જન્મ આપે છે, ત્યારે તે બાળકને પોતાના ગર્ભમાં પોતાનું સર્વસ્વ આપી દે છે. તેથી જયારે પણ કદી આધ્યાત્મિક ક્રાંતિ આ જગતમાં આવશે, તો તે આધ્યાત્મિક ક્રાંતિને ક્રિયાન્વિત 'સ્ત્રો' શકિત દ્વારા જ કરાશે. સ્ત્રોસુલભ ગુણ છે કે તે પોતાના જીવનમાં એક સાથે ઘણ સંબંધોથી જોડાયેલ હોય છે. તે શરીરથી એક હોવા છતાં પણ અનેકરૂપોમાં સમર્થતાપૂર્વક જીવે છે. જયારે તે એકત૨ફ ગર્ભમાં પોતાના શિશુની મા હોય છે, તે જ સમયે તે પોતાના પતિની પત્ની પણ હોય છે. જયારે પુ ડરષ પોતાની પત્નીનો પતિ હોય છે, પરંતુ બાપ નથી હોતો. તે પોતાના શિશુથી અલિપ્ત હોય છે. જયાં સુધી સ્ત્રીશકેતને સમાનતાનો દરજજો આપવામાં નહિ આવે ત્યાં સુધી સમાજમાં કોઈ આધ્યાત્મિક ક્રાતિ સંભવ નથી. કારણ, ત્યાં સુધી સમાજ લંગડો રહેશે. લંગડો સમાજ કદી દોડી ન શકે.'' ''સ્ત્રી' શકિતનુ સન્માન કરીને આપણે સ્ત્રીઓ પર ઉપકાર નથી કરતા. આપણે સ્ત્રીશકિતને મજબૂત કરીને માનવસમાજને સંતુલિત કરી રહ્યા છીએ અને સંતુલન કોઈપણ સમાજની પ્રગતિ માટે આવશ્યક છે. 'સ્ત્રી શકિત' ના સન્માન માટે પુ રુષે પોતાના 'હુ ના અહંકાર'પર નિયંત્રણ કરવું જોઈશે. કારણ, પુરૃષનો પુરુષ હોવાનો મોટો અહંકાર હોય છે. જયારે કે પુરુષનો જન્મ પણ સ્ત્રી દ્વારા થયો છે. 'સ્ત્રો' નું અપમાન કરીને, સ્ત્રીને બીજો દરજજો આપીને તે પોતાના જ જન્મને ભૂલી રહ્યો છે. એટલે પોતાના મૂળ ઉપર પ્રહાર કરી રહ્યો છે. તે પોતાની માતાને ભૂલી રહ્યો છે. જે પુરુષ પોતાની મા પ્રત્યે વધારે અનુરાગ રાખે છે, તે કદી પણ કોઈ સ્ત્રીનું અપમાન ન કરી શકે.''

આ વાતને અનેક સંતોએ જાણી છે, તેથી અનેક સંતોએ વારંવાર તેના માટે પ્રયાસ કર્યા છે અને આવનારા સંત પણ આ પ્રયાસ કરી જ રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવનાર સંત પણ આ તરફ પ્રયાસ કરતા જ રહેશે. કારણ, પુરૂષ અને સ્ત્રીમાં એટલું વધારે અસંતુલન છે, કે તે અસંતુલનને સરખું કરવામાં હજુ ઘણવર્ષ લાગશે. બધા સંતોને ખબર છે કે તેમના પ્રયાસથી પણ આ અસંતુલન દૂર થવાનું નથી. છતાં, પ્રત્યેક સંત પોતાના જીવનકાળમાં આ સ્ત્રી અને પુ રુૃષના અસંતુલનનો ખાઈને પોતાના તરફ્થી ઘટાડવાનો પ્રયાસ કરતા જ રહે છે અને કરતા જ રહેશે. આમ, કહીને ગુરુદેવે આંખો બંધ કરી દીધી અને તેમનો કોઈ સંદેશ મારી અંદર સુધી જતો રહ્યો તેવો મને આભાસ થયો.

આ ગુરુદેવની ગુફા એક મોટી ખીણની અંદર બહુ નીચે સ્થિત હતી. તેથી ખીણની ઉપરથી કોઈ અનુમાન પણ ન લગાવો શકે કે આટલી મોટી ખીણમાં નીચે કોઈ ગુફા પણ હશે. ઉત્ત ૨ દિશામાંથી નીચે ઉતરવાનો એક સાંકડો માર્ગ હતો અને ખીણમાં ઘણા નીચે ઉતર્યા પછી જમણ બાજુ વળતા. જેમ જેમ અમે તે ધોધની પાસે જતા હતા, પાણીનો અવાજ વધી જતો હતો. ઉત્તર દિશામાંથી ઉતરીને નીચે જમણી બાજુ વળતા ધોધ અને ઉત્તર દિશાની વચ્ચે પશ્ચિમ દિશામાં આ ગૃફા હતી. તે ખીણ એટલી ઊંડી અને મોટી હતી કે ઉપરથી પડતુ પાણી તો ઉપરથી જોઈ શકાતુ હતું, પરંતુ કયાં પડી રહ્યું છે,તે ઉપરથી નહોતુ દેખાતું. ઉપરથી નીચે જોતા ગાઢ જંગલ અને અંધારું લાગતું હતુ અને નીચે ત ઉગતી વખ સૂર્યોદય દેખાતો. પરંતુ વધારે ઉપર આવતા જમોન પર તડકો નહોતો પડતો. હંમેશા છાયો રહેતો હતો. દિવસે પ્રકાશ બહુ ઓછી માત્રામાં પહોંચતો. સીધો તડકો ન પડવાના કારણે ગરમો પણ ન હતી. એકદમ ઠંડું વાતાવરણ હતું, બસ, તે ધોધના કારણે જ એક જીવંત વાતાવરણ બનેલું હતુ. (ક્રમશઃ... આવતા અંકે)

હિમાલયનો સમપણ યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે. સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોચાડવાનો પૂ.ગુરૂદેવનો જીવન ઉદ્દેશ છે. આજ ઉદેશની અંતર્ગત તેઓ પોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે. એક જીવંત સદગુરૂ દ્રારા લખાઇ રહેલ આ એક જીવંત ગ્રંથ છે. જેના દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભિ પ્રાપ્ત કરી શકશે. આત્મજ્ઞાનની શોધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે. ગ્રંથમાળા આ પ્રથમખંડમાં પ્‌. ગુરૂદેવએ પોતાના પ્રથમ ગુરૂ શ્રી શિવબાબા પછીના ત્રણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે. પ્ત્લેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુરૂદેવ પાસે એક વિશિષ્ટ સાધના કરાવી અને આગળના ગુરૂ પાસે મોકલ્યા.પૂ. ગુરૂદેવે પ્રત્યેક ગુરૃ પ્રત્યે પૂર્ણ સમર્પિત થઇને તેમની પાસેથી તેમનું સમસ્ત જ્ઞાન અજીત કર્યું .આ ખંડ સાધકોર્ન પૂ. ગુરૂદેવની શિષ્યકાળની નજીક લઇ જશે. જેના દ્વારા સાધક પૂ. ગુરૂદેવ દ્રારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શકશે.

1)   Website: https://www.samarpanmediation.org

2)   Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)

3)   Website: https://www.bspmpl.com (for Literature (sahitya)) 

4)   Mobile App: “THE AURA” by bspmpl  (For Android and iPhone)

(10:57 am IST)