Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

મુખ્‍યમંત્રીને શરમ આવવી જોઇએઃ મહિલાઓ વિરૂદ્ધના અપરાધમાં યુપી નંબર-૧ પર રહેવા બદલ પ્રિયંકા સટાસટી

        કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાષ્‍ટ્રીય અપરાધ રેકોર્ડ બ્‍યૂરોની ર૦૧૭ ના રીપોર્ટમાં મહિલાઓ સામેના અપરાધોમાં ઉતરપ્રદેશ ટોપ પર રહેવાને લઇને ટવિટ કર્યુ છે કે મહિલાઓ પર સર્વાધિક અપરાધ યુપીમાં થઇ રહ્યા છે.

        પ્રિયંકાએ કહ્યું બેટી બચાવો અભિયાનના કાર્યક્રમને લઇ પ્રદેશભરમા ફરતા મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથને શરમ આવવી જોઇએ. એક વર્ષમાં પ૬૦૦૦ થી વધારે અપરાધો થયા છે. આમા એ ઘટનાઓ સામેલ નથી જેની રીપોર્ટ દાખલ ન થઇ હોય 

(12:00 am IST)