Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વડાપ્રધાન મોદી અને ચીનના ગૃહમંત્રી સાથે બેઠક : કેટલાક મહત્વના કરારો પર હસ્તાક્ષર

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચીનના ગૃહ પ્રધાન જાઓ કેઝી સાતે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી ભારત અને ચીને આંતરિક સુરક્ષા આતંકવાદમાં સહયોગ,ડ્રગ્સ તસ્કરી અને હ્યુમન ટ્રાફિકિંગ સિન્ડીકેટ સામે મહત્વના કરાર કર્યા છે.

 ચીને જણાવ્યું હતુ કે તે ભારતની સાથે આંતરિક સુરક્ષા સહયોગ સમજૂતી સરહદ પાર અપરાધનો સામનો કરવા માટે એક સંસ્થાગત ગેરેન્ટી ઉપલબ્ધ કરાવશે જો કે ચીને યુએન દ્વારા પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચીબદ્ધ કરાવવાના ભારતના પ્રયાસોને બાધિત કરવાના તેના પ્રયાસમાં કોઇ પણ ફેરબદલના સંકેત આપ્યા નથી

(11:44 pm IST)