Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

'ઇન્દોરકા રજવાડા, અચ્છેલાલ પાનવાલા, ભૂટ્ટેકા કિસ તથા ચના જોર ગરમ': અમેરિકાના ન્યુજર્સી, ન્યુયોર્ક તથા કનેકટીકટમાં વસતા ભારતના મધ્ય પ્રદેશના વતનીઓ આયોજીત 'પિકનીક ૨૦૧૮'ના આકર્ષણો

ન્યુજર્સીઃ અમેરિકાના ન્યુજર્સી, ન્યુયોર્ક તથા કનેકટીકટ ત્રિસ્ટેટમાં વસતા ભારતના મધ્ય પ્રદેશના વતનીઓએ તાજેતરમાં 'પિકનીક ૨૦૧૮'નું આયોજન કર્યુ હતું. જેમાં ૩૦૦ ઉપરાંત વતનીઓએ હાજર રહી આનંદ માણ્યો હતો.

પિકનીકમાં આકર્ષણરૂપ બની ગયેલા ઇન્દોરકા રજવાડા, અચ્છેલાલ પાનવાલા, ભુટ્ટેકા કિસ, ચના જોર ગરમ તથા ટ્રેઝર હન્ટથી સહુ ખુશ થઇ ગયા હતા.

આ પિકનીકનો આનંદ માણવા ન્યુયોર્ક ખાતેના ભારતના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુઘ્ન સિંહા તથા કોમ્યુનિટી અગ્રણીઓ શ્રી સુનિલ નાયક તેમજ શ્રી અનવર ફિરોઝ પણ જોડાયા હતા.

મધ્ય પ્રદેશના ચિફ મિનીસ્ટર શ્રી શિવરાજ સિંઘ ચૌહણએ પણ પિકનીક નિમિતે સંગઠીત થયેલા વતનીઓને અભિનંદન પાઠવ્યા હતા તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(9:49 pm IST)