Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ફરીદકોટ : રેપ દોષિતની જંગી સંપત્તિને વેચી મરાશે

સંપત્તિ પીડિતાને ચુકવી દેવાશે

ફરિદકોટ, તા. ૨૩ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રેપના મામલામાં દોષિત એક શખ્સ ઉપર ૯૦ લાખ રૂપિયાનો દંડ લાગૂ કર્યો છે. આ કેસમાં દોષિત મિશાનસિંહ અને તેની માતા નવજોતકૌર પાસેથી પણ દંડની વસૂલી માટે હવે ફરિદકોટ જિલ્લાવહીવટીતંત્ર તેમની સંપત્તિની હરાજી કરશે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું છે કે, મિશાન અને તેમની માતાની સંપત્તિનું વહીવટીતંત્ર દ્વારા મુલ્યાંકન કરવામાં આવી ચુક્યું છે. તેમની પાસે ૩.૫ એકર કૃષિ જમીન છે અને ૧.૫ એકર આવાસીય જમીન છે. તેની હરાજી કરીને વહીવટીતંત્ર પીડિતા અને તેમના પરિવાર જનોને દંડની રકમની ચુકવણી કરશે. ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે જસ્ટિસ એબી ચૌધરી અને જસ્ટિસ ઇન્દ્રજિતસિંહની ડબલ બેંચે મિશાન અને તેમની માતા ઉપર ૫૦ લાખ રૂપિયાની ક્ષતિપૂર્તિ રેપ પીડિતાને આપવાની સાથે સાથે ૨૦-૨૦ લાખ રૂપિયા પીડિતાના માતાપિતાને આપવાનો આદેશ કર્યો હતો. આ મામલામાં ફરિદકોટ જિલ્લા વહીવટીતંત્રને આદેશ કરવામાં આવ્યો હતો કે, આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને આ ક્ષતિપૂર્તિની ભરપાઈ કરાશે.

(8:05 pm IST)