Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઐસા ભી હોતા હૈ :50 વર્ષની મહિલાને ફેસબુક મારફત 20 વર્ષના યુવક સાથે થઇ ગયો પ્રેમ

યુવક સાથે ભાગી ગયાની મહિલાના પતિએ નોંધાવી ફરિયાદ

લખનૌ :ઉતરપ્રદેશમાં એક 50 વર્ષની મહિલા 20 વર્ષના યુવક સાથે ભાગી ગઈ હોવાની મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 50 વર્ષીય મહિલાને ફેસબુક દ્વારા મેરઠમાં રહેતા 20 વર્ષના યુવક સાથે દોસ્તી થઈ હતી. જોત જોતાના દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. મહિલાના એક પુત્રના લગ્ન પણ થઈ ગયા છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી ગુમ મહિલાની તપાસ શરૂ કરી છે.   

(7:29 pm IST)