Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કાલે શરદ પૂર્ણિમાઃ લક્ષ્‍મીજીને પ્રસન્ન કરવા માટે પૂજન-અનુષ્‍ઠાનનું મહત્વ

સામાન્ય રીતે દિવાળીને માં લક્ષ્મીની પૂજા અને ધન સંપત્તિની વૃદ્ધિ માટેના અનુષ્ઠાનનો દિવસ માનવામાં આવે છે. પરંતુ દિવાળીથી 15 દિવસ પહેલા એક રાત આવ છે જેનું મહત્વ દિવાળીની રાત કરતા પણ અનેકગણું હોવાનું શાસ્ત્રોમાં જણાવ્યું છે. રાત એટલે શરદ પૂનમની રાત, દિવસે રાત જાગીને માં લક્ષ્મીનું પૂજન તેમજ અનુષ્ઠાન કરીને માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવી શકાય છે. વર્ષે શરદ પૂનમ 24 ઓક્ટોબર બુધવારના રોજ છે.

જે સૂઈ રહે છે તેના ભાગ્ય પણ સૂતા રહે છે

પૂર્ણિમાના સ્વામી ભગવાન વિષ્ણુ છે. કારણે પૂનમના દિવસે સત્યનારાયણની પૂજા કરવાનું વિધાન છે. તેમાં પણ શરદ પૂનમની રાત દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા માટે સૌથી ઉત્તમ ગણવામાં આવી છે. એવી માન્યતા છે કે દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પૃથ્વીના ભ્રમણ માટે નીકળે છે. એટલે જે લોકો આજની રાત સૂતા રહે છે તેમના ઘરના દરવાજેથી માતા લક્ષ્મી પાછા ફરી જાય છે. એટલા માટે રાતને કોજાગરી પૂર્ણીમા અથવા જાગરણની રાત પણ કહેવામાં આવે છે.

આટલા માટે 23 નહીં પણ 24મીએ છે શરદ પૂર્ણિમા

વખતે શરદ પૂનમને લઈને કેટલીક જગ્યાએ અસમંજસ જોવા મળે છે. ગૂગલમાં જોતા ઘણા લોકો કહે છે કે 23મીએ શરદ પૂનમ છે પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે

आश्विनपौर्णमास्यां कोजागर व्रतम्।। केचित्पूर्वदिने निशीथव्याप्तिमेव परदिने प्रदोषव्याप्तिरेव तदा परेत्याहुः।।

એટલે કે જે દિવસે શરદ પૂનમ સંધ્યા અને રાત્રી બંને દરમિયાન હોય તે દિવસે વ્રત કરવામાં આવે છે. વખતે 23 તારીખે રાત્રે 10.37 વાગ્યે પૂનમ શરુ થાય છે. જે 24મી તારીખે રાત્રે 10.15 કલાકે પૂર્ણ થાય છે. જેથી 23મીએ સંધ્યા સમયે નહીં પરંતુ ફક્ત રાત્રી સમયે પૂનમ તિથિ છે. જ્યારે 24મીના રોજ સમગ્ર દિવસ અને રાતના મોડે સુધી પૂનમ છે જેથી સંધ્યા અને રાત્રી દરમિયાન પૂનમ હોવાથી દિવસને વ્રતની પૂનમ તરીકે ઉજવવામાં આવે છે.

શરદ પૂનમના શુભ મૂહુર્ત

24મી તારીખે સાંજે 5.40 મિનિટથી સાંજે 5.45 મિનિટ સુધીનો 5 મિનિટનો સમય ખૂબ મંગલકારી રહેશે. સમયે તમે જે પણ કાર્ય કરશો તેને પૂર્ણતા સુધી પહોંચાડવા માટે માતા લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્ત થશે. તેના પછી રાત્રે 9.24થી રાત્રે 11.37 મિનિટ સુધી પણ શુભ મૂહુર્ત છે. દરમિયાન ધ્યાન, જપ, તપ અને વિધિ વિધાન પૂર્વક માં લક્ષ્મી અને શ્રીહરીની પૂજા કરો.

રીતે કરો પૂજા

લક્ષ્મી માતા અને ભગાવન વિષ્ણુની પૂજા કરવા માટે લાલ કપડું અથવા પીળું કપડું બાજોઠ પર પાથરો. તેના પર લક્ષ્મીનારાયણની પ્રતિમાને સ્થાપિત કરો. તેની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. જે બાદ ગંગાજળથી સ્નાન કરાવી પ્રતિમાને તિલક અને ચોખા ચોડો. ત્યાર બાદ લાલ પીળા પુષ્પ અર્તિત કરી અને સફેદ અથવા પીળા કલરની મીઠાઈનો ભોગ લગાવો. શક્ય બને તો ખાસ દૂધપાકનો ભોગ લગાવવો. જે બાદ તેની સામે આસન પર બેસીને પૂર્ણ રાત વહેલી સવારે બ્રહ્મ મૂહુર્તમાં 3 વાગ્યા સુધી વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીસુક્તમ,શ્રી કૃષ્ણ મધુરાષ્ટક અથવા કનકધારા સ્તોત્રનો પાઠ કરો. પૂજાની શરુઆત કરતા પહેલા ગણેશ પૂજા ભૂલશો નહીં.

(5:48 pm IST)
  • આજે પણ ઘટયા પેટ્રોલ-ડિઝલના ભાવ : આજે પણ ઇંધણના ભાવમાં ઘટાડોઃ પેટ્રોલમાં ૧૦ તો ડીઝલમાં ૭ પૈસાનો ઘટાડો જાહેરઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૧.૩૪ અને ડીઝલનો ભાવ રૂ. ૭૪.૮પ થયોઃ મુંબઇમાં ભાવ અનુક્રમે ૮૬.૮૧ અને ૭૮.૪૬ રૂ. થયો છે access_time 11:48 am IST

  • પાકિસ્તાન શાંતિ ઇચ્છે છેઃ ઇમરાનને ડહાપણ દાઢ ફૂટી :છેલ્લો એક દાયકો ખૂબ ખરાબ રહ્યોઃ ચૂંટણીના કારણે ભારતે અમારા પ્રસ્તાવને ફગાવી દીધેલઃ ચૂંટણી પછી ફરીથી દોસ્તીનો હાથ લંબાવશું તેમ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાને કહયું છે. access_time 4:23 pm IST

  • બિટકોઇન કૌભાંડ મામલે આરોપી જતીન પટેલનું આત્મસમર્પણ અમદાવાદઃ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી access_time 3:33 pm IST