Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સોનાના ઘરેણા ખરીદતી વખતે સોનાની શુદ્ધતાની તપાસ કરશો તો કોઇ વેપારી છેતરપિંડી નહીં કરી શકે

ભારત એક એવો દેશ છે જેમાં તહેવારની સીઝનમાં લોકો સોનુ ખરીદવાનું પસંદ કરે છે. ખાસ કરીને દિવાળી-ધનતેરસમાં સોનુ ખરીદવુ શુભ માનવામાં આવે છે. જો કે સોનાની ખરીદીમાં છેતરપિંડીની પણ એટલી શક્યતા રહેલી હોય છે. આજે અમે તમારી સાથે એવી ટિપ્સ શેર કરવા જઈ રહ્યા હશે જે ધ્યાનમાં રાખશો તો તમે છેતરપિંડીથી બચી જશો અને કોઈપણ જ્વેલર તમને ચૂનો નહિ લગાવી શકે.

શુદ્ધતા

સોનાના ઘરેણા કે કોઈન ખરીદતી વખતે સોનાની શુદ્ધતાની પહેલા તપાસ કરવી જોઈએ. 24 કેરેટ સૌથી શુદ્ધ હોય છે પરંતુ તેનાથી ઘરેણા બનાવી શકાતા નથી. ગોલ્ડ જ્વેલરી 22 કે 18 કેરેટ સોનાની હોય છે. 22 કેરેટ સોના સાથે 2 કેરેટ બીજી ધાતુ ઉમેરવામાં આવે છે. આથી ઘરેણા ખરીદવા જાવ તો પહેલા જ્વેલરને સોનુ કેટલુ શુદ્ધ છે તે પૂછી લો. તમને સોનાના ઘરેણા તો 24 કેરેટમાં નહિ મળે પણ તમે 24 કેરેટનો ગોલ્ડ કોઈન જરૂર ખરીદી શકો છો.

હોલ માર્ક

સોનુ ખરીદતી વખતે તેના પર ભારત સરકારના બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો હોલમાર્ક છે કે નહિ તે ચકાસી લો. ગ્રાહકો છેતરાય નહિ તે માટે સરકાર હોલમાર્કની વ્યવસ્થા લાવી છે. સોના અને ચાંદીના સિક્કા પર બીઆઈએસનો સ્ટેમ્પ હોય છે જેને કારણે તેની શુદ્ધતા માલૂમ પડે છે.

1 જાન્યુઆરી 2017થી સોના પર ચાર હોલમાર્ક જોવા મળે છે

A)BIS લોગો

B)કેરેટ અને ફાઈનનેસમાં શુદ્ધતા

C)હોલમાર્કિંગ સેન્ટરનો લોગો

D)ઝવેરીની ઓળખનું નિશાન અને નંબર

હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી તથા 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટની સોનાની વસ્તુઓ પર જોવા મળશે. 1 જાન્યુઆરી 2017 પહેલા હોલમાર્કમાં વર્ષ પણ દર્શાવવામાં આવતું હતું. હવેના BIS ના નિયમ અનુસાર હોલમાર્કિંગ સ્પષ્ટતા મુજબ કેરેટના સોના માટે કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે BIS દ્વારા પ્રામાણિત કરાયલી ગોલ્ડ ટેસ્ટિંગ અને હોલમાર્કિંગ સેન્ટર પર સોનાની શુદ્ધતાની ખરાઈ કરાવી શકે છે.

પેકેજિંગ

સોનાના સિક્કા ખરીદતા હોવ તો તેનુ પેકેજિંગ ખાસ ચેક કરો. એવુ પેકેજિંગ પસંદ કરો જેમાં કોઈ છેડછાડની શક્યતા હોય. પેકેજિંગ તમને છેતરપિંડી, ડેમેજ, ફ્રોડ સામે બચાવે છે. તમારે જો ગોલ્ડ કોઈન વેચવાનો ઈરાદો હોય તો તમારે તેનુ પેકેજિંગ ખોલવુ જોઈએ. પેકેજિંગ ગોલ્ડ કોઈનની શુદ્ધતાનો પુરાવો છે.

વજન પ્રમાણે ભાવ

સામાન્ય રીતે 0.5 ગ્રામથી માંડીને 50 ગ્રામ સુધીના સોનાના સિક્કા મળી રહ્યા છે. આથી જો અત્યારની 31,902 રૂપિયાની કિંમત પ્રમાણે ગણીએ તો તમને ઓછામાં ઓછો 0.5 ગ્રામનો સિક્કો 1600થી 1700 રૂપિયામાં મળશે.

ઘડામણ

ઘરેણા કરતા ગોલ્ડ કોઈન ખરીદવા સહેલા છે. તેને કારણએ તમે શુદ્ધ સોનુ સાવ ઓછી ઘડામણે ખરીદી શકો છો. ગોલ્ડ કોઈન્સ પર 8થી 16 ટકા જેટલા મેકિંગ ચાર્જીસ લાગે છે. બીજી બાજુ ઘરેમા પર મેકિંગ ચાર્જીસ 8 ટકાથી શરૂ થાય છે અને તેની કારીગરી પ્રમાણે ઘડામણના ભાવ લેવાય છે.

ક્યાંથી ખરીદી શકાય?

ગોલ્ડ કોઈન તમે કોઈ સ્થાનિક ઝવેરી, ઓનલાઈન -ટેલર્સ, બેન્ક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, MMTC (સરકાર દ્વારા પ્રમાણિત સોના ચાંદીના વેચાણ માટેનું પબ્લિક સેક્ટર યુનિટ) અને મુથૂટ ગૃપ જેવી NBFC પાસેથી ખરીદી શકો છો. પરંતુ તમને બધી જગ્યાએ અલગ અગ વજનના સિક્કા મળી રહેશે. જેમ કે, મુથૂટ જેવા અમુક ગૃપ 0.5 ગ્રામ જેટલા ઓછા વજનના સિક્કા વેચે છે. લક્ષ્મી, ગણેશજી વગેરેની ડિઝાઈન સાથેના કોઈન પણ આવે છે. કેનેરા બેન્ક જેવી બેન્કો 5 ગ્રામ, 8 ગ્રામ અને 10 ગ્રામના સિક્કા આપે છએ. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન 24 કેરેટના ગોલ્ડ કોઈન્સ MMTC સાથેની પાર્ટનરશીપથી વેચે છે. તેમના કોઈન્સ ઓછામાં ઓછા 1 ગ્રામના હોય છે.

વેચવા શું કરશો?

જો તમે બેન્કમાંથી ગોલ્ડ કોઈન ખરીદશો તો ધ્યાન રાખો કે રિઝર્વ બેન્કની સૂચના મુજબ બેન્ક તમારા કોઈન્સ પાછા નહિ લઈ શકે. તમે એક ઝવેરી પાસેથી ગોલ્ડ કોઈન ખરીદીને બીજાને વેચશો તો તમને પ્રમાણમાં ઓછી રિસેલ કિંમત મળશે. તેનું કારણ છે કે બીજો ઝવેરી તમને માત્ર સોનાની કિંમત ચૂકવશે, મેકિંગ ચાર્જ, એડમિનિસ્ટ્રેટિવ ફી અને પ્રોફિટ માર્જિન ચૂકવશે નહિ.

(5:42 pm IST)
  • કચ્છ:કોટેશ્વર ક્રિક એરીયામાં BSFનું કોમ્બીંગ:કચ્છ ક્રિક સરહદ વિસ્તારમાંથી 4 થી 5 પાકિસ્તાની ઘુષણખોર ઝડપાયાની શક્યતા:કોમ્બીંગ સાથે બોટ અને વધુ ઘુસણખોરો અંગે BSFનુ સર્ચ access_time 7:15 pm IST

  • સવારે ૧૦ કલાકે સેન્‍સેકસ ર૦૪ પોઇન્‍ટ ઘટીને ૩૩૯૩૦ અને નીફટી ૭૦ પોઇન્‍ટ ઘટીને ૧૦૧૭૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૩.૭૬ ઉપર છે access_time 10:28 am IST

  • છત્તીસગઢમાં મુખ્યમંત્રી ડો.રમણસિંહ સામે કોંગ્રેસે અટલજીના સગા ભત્રીજી કરૂણા શુકલને મેદાનમાં ઉતાર્યા access_time 3:35 pm IST