Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અેન્જીન વગરની પહેલી ટ્રેન હવે અમદાવાદ-મુંબઇ વચ્‍ચે દોડવા તૈયાર

 

ચેન્નાઈઃ કોન્સેપ્ટ, ડિઝાઈનથી માંડીને ઉત્પાદન સુધી સંપૂર્ણપણે ભારતમાં બનેલી બુલેટ ટ્રેન જેવી દેખાતી એન્જિન વિનાની પહેલવહેલી ટ્રેન હવે પોતાના ટ્રાયલ રન માટે તૈયાર છે. એક અઠવાડિયાની અંદર તેનું ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા છે.

એન્જિન વિનાની ટ્રેન

ટ્રેન ડિઝાઈન કરનાર અને બનાવનાર ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ના જનરલ મેનેજર સુધાંશુ મણિએ જણાવ્યું કે ટ્રેન પોતાની જાતે ચાલી શકે છે અને તેને ખેંચવા માટે એન્જિનની જરૂર નથી. ટ્રેન 100 કરોડના ખર્ચે બની છે. બીજી ટ્રેન માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે. જેમ ટ્રેન બનતી જશે તેમ ઉત્પાદન કિંમત ઘટતી જશે.

શતાબ્દીની જગ્યાએ દોડશે

ટ્રેનનો ઉપયોગ શતાબ્દી એક્સપ્રેસ એક દિવસમાં યાત્રા પૂર્ણ કરતી હોય તેમાં થશે. જેમ કે, દિલ્હી-ભોપાલ, ચેન્નાઈ-બેંગલુરુ, મુંબઈ-અમદાવાદ વચ્ચે ટ્રેન ચાલશે. સોળ ડબ્બાની ટ્રેનમાં આધુનિક સુવિધાઓ હશે અને તેને કારણે યાત્રાનો સમય 10થી 15 ટકા જેટલો ઘટાડી શકાશે. ટ્રેનનું એક્સેલરેશન વધઉ સારુ છે અને સામાન્ય ટ્રેન કરતા તેમાં 50 ટકા વધુ પાવર છે અને સ્માર્ટ બ્રેકિંગ સિસ્ટમ છે. બ્રેકિંગ સિસ્ટમ હંગેરીથી આયાત કરવામાં આવી છે.

આટલા રૂપિયા બચ્યા

મણિએ જણાવ્યું, “ સૌથી મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ છે. તે સંપૂર્ણપણે ભારતમાં બની છે. આથી અમે ટેક્નોલોજી ટ્રાન્સફર પાછળ થતો મોટો ખર્ચો બનચાી લીધો છે.” જો ટ્રેન વિદેશમાં બનાવડાવી હોત તો તેનો ખર્ચ રૂ. 170 કરોડ થયો હતો. વળી ભારતની ખાનગી કંપનીઓને બનાવવામાં 36 મહિનાનો સમય લે.

અદભૂત ઇન્ટિરિયર

ટ્રેનની વચ્ચે એક્ઝિક્યુટિવ ગ્લાસ કોચ આવેલા છે. ટ્રેનમાં સીટ્સ 360 ડીગ્રી સુધી રોટેટ થઈ શકે છે. આથી યાત્રીઓ ઈચ્છે તે રીતે બહારના કુદરતી દૃશ્યો માણી શકે છે. સીટ્સ સ્પેનથી માંગાવાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે, બ્રેકિંગ સિસ્ટમ અને ટ્રાન્સફોર્મ્સ સિવાય એક માત્ર સીટ વિદેશથી મંગાવાઈ છે.

સળંગ ટ્રેન

ટ્રેન સળંગ હશે. એટલે પહેલીવાર યાત્રીઓ ડ્રાઈવરની કેબિનનો દરવાજો ખખડાવીને પેનલ જોઈ શકશે. ટ્રેનની સ્પીડ ટેસ્ટ મોરાદાબાદ-બરેલી અને કોટા-સવાઈ માધોપુર સ્ટ્રેચમાં આવતા મહિને કરવામાં આવશે.

(5:46 pm IST)