Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મોદી-શાહની સાથે ૧૨ મંત્રી-૫ સીએમ કરશે છતીસગઢમાં પ્રચાર

ચુંટણી માટે ભાજપે તૈયાર કરી ૪૦ સ્‍ટાર પ્રચારકોની યાદી, દિલ્‍હી ભાજપ અધ્‍યક્ષ મનોજ તિવારી પણ સામેલ

રાયપુર, તા.૨૩: છતી સગઠ વિધાનસભા ચુંટણીમાં ભાજપના સ્‍ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્‍દ્રમોદી અને પક્ષના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતશાહની સાથે ૧૨ કેન્‍દ્રીય મંત્રી, પાંચ મુખ્‍યમંત્રી અને અનેક સાંસદ સામેલ છે.

ભાજપે અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ક્ષેત્રોને જોઇએ સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સમાજના વરિષ્‍ઠ નેતાઓને જગ્‍યા આપી છે. બીજીબાજુ ઉતર ભારતીય મતદાતાઓને જોઇને દિલ્‍હી ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ અને ભોજપુરી કલાકાર મનોજતિવારીને પણ સ્‍ટાર પ્રચારક બનાવ્‍યા છે. છતીસગઠના સાંસદોને પણ સ્‍ટાર પ્રચારક બનાવીને લોકસભા સ્‍તર પર સમીકરણ સાધવાના પ્રયત્‍ન કરવામાં આવ્‍યા છે.

ભારતના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં રાજનાથસિંહ અરૂણજેટલી સુષ્‍મા સ્‍વરાજ, નિતિનગડકરી ઉમા ભારતી સ્‍મૃતિઇશની, ધમેન્‍દ્રપ્રધાન રવિશંકર પ્રસાંદ, વિષ્‍ણુદેવ સાયઘ જે.પી નડા, રામકૃપાલ સિંહ યાદવ સામેલ છે. સાંસદ ડો. અનિલ જૈના, હેમામાલિની, સરોજ પાંડેય, મનોજ તિવારી, અર્જુન મુંડા, અભિષેક સિંહ,  દિનેશ કશ્‍યપ, રમેશ બેસ, ચંદુલાલ સાહુ, કમલભાન સિંહ, કમલાદેવી પાટલે, રણવિજય સિંહ જુદેવ રામવિચાર નેતામ, હુકમચંદ નારાયણ યાદવ અને ફઝનસિંહ કુલસ્‍તે સામેલ છે. સંગઠનના નેતાઓને સ્‍ટાર પ્રચારક બનાવામા આવ્‍યા છે. તેમાં રાષ્‍ટ્રીય સહસંગઠન મહામંત્રી સૌદાનસિંહ પ્રદેશ ભાજપા ધરમલાલ કૌશિક, પ્રદેશ સંગઠન મહામંત્રી પવનસાય, પૂર્વ પ્રદેશ સંગઠન મહામંત્રી રામપ્રતાપસિંહ સામેલ છે.

(4:48 pm IST)
  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST

  • રાજકોટ :આજી ડેમમાં સૌની યોજના મારફત થતી નર્મદા નીરની આવક બંધ :સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું:દોઢ માસ નર્મદાનીર મળતા આજી ડેમ સપાટી થયું 23.50 ફૂટ:રાજકોટને 100 દિવસ ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ:રોજ 6 MCFT જેટલું પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે access_time 2:23 pm IST

  • દાહોદના ઝાલોદની RTO ચેકપોસ્ટ પર એસીબીનો દરોડો :કોમ્પ્યુટર ઓપરેટરની મિલિ ભગતથી વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું :ડિકોય ટ્રેપ કરી આસિસ્ટન્ટ મોટર વહીકલ ઇન્સ્પેકટર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યા:વાહન દીઠ રૂપિયા 500 ઉઘરાવતા હતા. access_time 6:45 pm IST