Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ખાવ ૧૦-૨૦ કે ૧૦૦ નહીં પૂરા ૫૦૦૦નું ખાસ પાન

પુરૂષ અને મહિલા માટે અલગ અલગ પાન

મુંબઇ, તા. ર૩ : જો તમને પાન ખાવાના શોખીન છો તો તો તમારી આસપાસ મળતા તેમજ બીજા શહેરોના પણ પ્રખ્યાત પાન અને તેના ભાવ અંગે પૂરેપૂરી ખબર હશે. સામાન્ય રીતે એક પાન રૂ.૧૦, ૨૦ કે પછી બહુ બહુ તો રુ. ૧૦૦નું આવે છે. પરંતુ જો તમને એમ કહીએ કે અહીં એક પાન એવું પણ છે જેની કિંમત રુ. ૫૦૦૦ પૂરા છે. જી હાં, તમે બિલકુલ બરોબર સાંભળ્યું છે.

જેમ દુનિયાભરમાં હીરામાં સૌથી સ્પેશિયલ કોહિનૂર હીરો છે તેમ તમામ પાનમાં આ સૌથી મોંદ્યુ પાન કોહિનૂર છે. ઔરંગાબાદના તારા પાન સેન્ટરમાં આ પાન વેચવામાં આવે છે. આ પાન તેની ખાસિયતના કારણે આટલું મોંદ્યું છે. પાન બનાવતા દુકાનદારનું માનીએ તો પાનમાં ખાસ પ્રકારના કામોત્ત્।ેજક ગુણ છે. જેના કારણે જ આ પાનની કિંમત આટલી બધી છે.

પોતાની ખાસિયતના કારણે આ પાન ખાસ કપલ્સને વેચવામાં આવે છે. પાન વેચનાર વ્યકિતનો દાવો છે કે આ પાનની અસર ૨ દિવસ સુધી યથાવત રહે છે. આ ખાસ પાનનું પેકિંગ પણ તેટલું જ ખાસ હોય છે. તેને ખૂબ જ રંગબેરંગી પાનમાં રાખીને કસ્ટમર્સને વેચવામાં આવે છે.

તમને જાણીને આશ્યર્ય થશે કે આ પાનની પણ બે વેરાયટી છે એક પુરુષ માટે બીજી મહિલા માટે. પુરુષો માટે તૈયાર કરવામાં આવેલ આ પાનમાં મસ્ક એટલે કે કસ્તુરી નાખવામાં આવે છે. જેની કિંમત ૭૦ લાખ રૂપિયા પ્રતિ કિલો છે. તેમજ ૬ લાખ રુપિયા પ્રતિ કિલો વેચાતું કેસર અને ૭ લાખ રુપિયા પ્રતિ કિલો વેચાતું લિકિવડ ફ્રેગરેન્સ અને ૮૦ હજાર રુપિયા પ્રતિ કિલો વેચાતા ગુલાબ પણ નાખવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સીક્રેટ ઇન્ગ્રીડિયંટ પણ નાખવામાં આવે છે. આ મસાલાને ફેમસ કલકત્ત્।ી પાનમાં વિંટાળીને આપવામાં આવે છે.

ફીમેલ કસ્ટમર માટે પણ ખાસ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. આ પાનમાં ગુલાબ, સફેદ મુસલી, કેસર ઉપરાંત મહિલાની સેકસ્યુઅલ ઇચ્છાઓ જાગ્રત કરતી જડિબુટ્ટીઓ અને સીક્રેટ ઇન્ગ્રીડિયંટ નાખવામાં આવે છે. આ પાનમાં એવી તમામ વસ્તુઓ હોય છે જે સેકસ લાઇફને ઉત્ત્।મ બનાવે છે. ખાસ વાત છે કે આ પાનને તમને થૂકી શકતા નથી તેને પૂરેપૂરું ખાશો તો જ તેનો જરુરી ફાયદો મળશે.

(4:27 pm IST)