Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સંસદમાં બાળ જાતીય શોષણના પીડિતોની માફી માગી

સરકાર અપરાધ રોકવામાં નિષ્ફળ રહ્યાનું સ્વીકાર્યું

સીડની તા. ૨૩ : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સોમવારે સંસદમાં તેમના ભાવુક સંબોધન દરમિયાન ત્યાંના બાળ જાતીય શોષણના પીડિતોની માફી માગી હતી. તેમણે સ્વીકાર્યુ કે, સરકાર આ અપરાધને રોકવામાં નિષ્ફળ રહી છે.વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે, 'આ દુષ્કર્મ ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા ઓસ્ટ્રેલિયાના લોકો સાથે આચરવામાં આવેલું દુષ્કર્મ છે. દુશ્મન આપણી વચ્ચે જ છે.'

(3:17 pm IST)