Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ડ્રગ્સ રાખવાના આરોપમાં અભિનેતા એઝાઝ ખાનની ધરપકડ :બંને મોબાઈલ જપ્ત

એઝાઝ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સની આઠ ગોળીઓ મળી :'નાર્કોટિક્સ સેલ દ્વારા પૂછપરછ :ફોટો ejaj

મુંબઇ: બોલિવૂડ અને ટીવી એક્ટર એઝાઝ ખાનની ડ્રગ્સ મામલે ધરપકડ કરાઈ છે નવી મુંબઇ પોલીસે તેની ધરપકડ કરી તેનાં બંને મોબાઇલ ફોન જપ્ત કરી દીધા છે. હાલમાં નાર્કોટિક્સ સેલ એઝાઝની પુછપરછ કરી રહી છે
    જાણવા મ,મળ્યા મુજબ એઝાઝ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સની આઠ ગોળીઓ મળી આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એજાજ આ પહેલા વર્ષ 2016માં તે હેરસ્ટાઇલિસ્ટને અશ્લિલ ફોટા અને મેસેજ મોકલવાનાં ચક્કરમાં ફસાઇ ગયો હતો અને તેની ધરપકડ પણ થઇ હતી. બાદમાં તેને 10 હજાર રૂપિયાનાં બોન્ડ પર જામીન મળ્યા હતાં

(2:09 pm IST)
  • શ્રીનગરમાં લાલચોકની આસપાસ જવા પર પ્રતિબંધઃ માર્ચ કાઢવાની કોશીશ કરી રહેલ યાસીન મલીકની ધરપકડ : કુલગામમાં રવિવારે થયેલ બ્‍લાસ્‍ટમાં સાત નાગરીકોના મોત બાદ અલગતાવાદીઓ પ્રદર્શન કરી રહયા છેઃ ગિલાની અને મિરવાઇઝને પહેલાજ નજરબંધ કરાયા છેઃ શાળા-કોલેજો બંધઃ બારામુલા-બનિહાલ વચ્‍ચે ટ્રેન સેવા અને મોબાઇલ ઇન્‍ટરનેટ સેવા બંધ કરાયા access_time 4:52 pm IST

  • મુંબઈ:એરપોર્ટ પર ૬ કલાક વિમાન સેવા બંધ રહેશે :મુંબઈ એરપોર્ટના રન-વેના સમારકામને લઇ સવારે ૧૧ કલાક થી ૫ કલાક વિમાનસેવા બંધ: ૩૦૦થી વધુ વિમાનસેવાઓને અસર પડશે access_time 2:23 pm IST

  • ઉત્તર કોરીયાએ ચીન પાસેથી રૂ.૪૭ અબજનો લકઝરી સામાન ખરીદ્યો : દક્ષિણ કોરીયાના વિપક્ષી સાંસદનો દાવો access_time 3:34 pm IST