Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ત્રિપુરામાં માર્ગ અકસ્માત :સ્ટેટ રાઇફલના 29 જવાનો ઘાયલ: બે ની હાલત ગંભીર

ત્રિપુરામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં બારામૂલા હિલ્સ પર થયેલ એક રોડ અકસ્માતમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના 29 જવાન ઘાયલ થયા છે. આ દૂર્ઘટના પશ્ચિમી ત્રિપુરાના બારામૂલામાં બની છે. જેમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સની 8 મી બટાલિયનના 29 જવાન ઘાયલ થઈ ગયા છે. આ બધા લોકો ધલાઈ જિલ્લાના લાલચેરા વિસ્તારથી પાછા આવી રહ્યા હતા.

(1:45 pm IST)