Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

દહેજ નહિ મળતા સાસરિયાએ બે વહુને દોઢ લાખમાં વેચી નાંખી:મુંબઈના વિરાર પોલીસ મથકમાં ફરિયાદ

મુંબઈના વિરાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસરીવાળાઓએ પોતાની બે વહુનો રૂપિયા 1.50 લાખમાં સોદો કર્યો હોવાનું સામે આવ્યુ છે. પિડીતાએ પોલીસને જણાવ્યુ કે, તેઓ બંને બહેનો એક જ ઘરમાં પરણી છે. તેમજ લગ્ન બાદ સાસરિયાવાળાઓએ તેના પર દહેજ ન આપવાને લીધે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. આ બંને બહેનોને તેના પિયરમાંથી 5 લાખ રૂપિયા લેઈ આવવા જણાવ્યુ હતુ.

(1:37 pm IST)