Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

છેલ્લા ૩ વર્ષોમાં ટ્રેનથી અથડાતા ૫૦૦૦૦ના મોત

સૌથી વધારે ૭,૯૦૮ મોત તો ઉતરી રેલવે ક્ષેત્ર પર થયા

નવી દિલ્‍હી તા. ૨૩ : છેલ્લાં ત્રણ વર્ષો (૨૦૧૫-૨૦૧૭)ની વચ્‍ચે લગભગ ૫૦,૦૦૦ લોકોનાં મોત ટ્રેન સાથે ટકરાતા થયાં છે. આ જાણકારી ભારતીય રેલ્‍વેએ સોમવારનાં રોજ અધિકારીક આંકડાઓ રજૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ૧૯ ઓક્‍ટોબરનાં રોજ અમૃતસરમાં ટ્રેનની સામે આવવાંથી ઓછામાં ઓછાં ૫૯ લોકોનાં મોત નિપજયાં છે. આ દુર્ઘટના બાદ એવો સવાલ ઉભો થયો કે રાષ્ટ્રીય ટ્રાન્‍સપોર્ટર આવા મોતને કેવી રીતે રોકી શકે છે.

રેલવે દ્વારા રજૂ કરવામાં આવેલ આંકડાઓનાં અનુસાર, વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ની વચ્‍ચે ૪૯,૭૯૦ જેટલાં મોત ટ્રેનનાં પાટાંઓ પર થયાં કે જેમાં સૌથી વધારે ૭,૯૦૮ મોત તો ઉત્તરી રેલ્‍વે ક્ષેત્ર પર થયાં. ત્‍યાં દક્ષિણી રેલ્‍વે ક્ષેત્રમાં ૬,૧૪૯ મોત અને પૂર્વી રેલ્‍વે ક્ષેત્રમાં ૫,૬૭૦ મોત થયાં. રેલ્‍વેએ કહ્યું કે સરકારી રેલ્‍વે પોલીસ (જીઆરપી) આ પ્રકારનાં મોતનો ડેટા એકત્રિત કરે છે અને અત્‍યાર સુધી આ વર્ષનાં આંકડાઓ નથી મળ્‍યાં.

રેલ્‍વેનાં પાટાંઓ પર આ મોત રેલ્‍વે ટ્રેકને પાર કરતા સમયે, મોબાઇલ ફોન અને અન્‍ય ઇલેક્‍ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરતા, ઓવરબ્રિજથી બચવા, ગુનાઓથી બચવા અને સુરક્ષા અને સાવધાનીનાં નિર્દેશોનું ઉલ્લંઘન કરવાને કારણ થયાં છે. ભારતીય રેલ્‍વે અધિનિયમની કલમ ૧૪૭ અંતર્ગત, રેલ્‍વે દ્વારા પ્રદાન કરવામાં આવેલ આંકડાઓ અનુસાર આ દરમ્‍યાન રેલ્‍વે નિયમોનું ઉલ્લંઘન કરવા પર કોર્ટ દ્વારા ૨.૯૪ કરોડ રૂપિયા કુલ દંડ લગાવવામાં આવ્‍યો.

(1:24 pm IST)