Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમૃતસર ટ્રેન દુર્ઘટના : સિધ્‍ધુની પત્‍ની અને આયોજકો સામે બિહારની કોર્ટમાં નોંધાયો કેસ

મૃતકોમાં બિહારના પ્રવાસી પણ સામેલ હતા

પટણા તા. ૨૩ : અમૃતસર દુર્ઘટના અંગે આરોપ-પ્રત્‍યારોપ વચ્‍ચે દશેરા કાર્યક્રમના આયોજકો અને મુખ્‍ય અતિથિ નવજોત કૌર સિદ્ધુ સામે બિહારની એક કોર્ટમાં સોમવારે એક મામલો નોંધાયો છે. જયારે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (એનએચઆરસી) રેલવે અને પંજાબ સરકારને નોટિસ આપી છે.

અમૃતસરમાં દશેરાના દિવસે રાવણ દહન દરમિયાન આશરે ૬૦ લોકોની મોત ટ્રેનની ચપેટમાં આવવાથી થઇ ગઇ છે. મૃતકોમાં બિહારના પ્રવાસી પણ સામેલ હતાં.

સિદ્ધુના બચાવમાં કોંગ્રેસ સાંસદ સુનીલ જાખડ અને પંજાબનાં મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા આગળ આવ્‍યાં અને તેમણે ઘટના માટે રેલ અધિકારીઓને દોષી ગણાવવાનો પ્રયાસ કર્યો છે.

પંજાબના મુખ્‍યમંત્રી અમરિંદર સિંહ ઇઝરાયલ ગયા હતાં. તેમણે રાજય સરકારના અધિકારીઓની સાથે વીડિયો કોન્‍ફરન્‍સની સ્‍થિતિની સમીક્ષા કરી અને તેમને પ્રભાવિત પરિવારોને રાહત અને વળતર આપવાની પ્રક્રિયાઓની ગતિ વધારવાનું કહ્યું છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે અમૃતસર દુર્ઘટના અંગે સોમવારે રેલવે અને પંજાબ સરકારને નોટિસ જારી કરી છે. નોટિસ જારી કરતા આયોગે કહ્યું કે રેલ પાટા પર બેઠેલે લોકોને સમજદાર ન કહી શકાય પરંતુ સાથે જિલ્લાના અધિકારીઓની લાપરવાહી પણ સામે દેખાય છે.

એનએચઆરસી પ્રવક્‍તાએ કહ્યું કે આયોગે રાજયના મુખ્‍ય સચિવ અને રેલવે બોર્ડના અધ્‍યક્ષ પાસે ચાર સપ્તાહમાં મામલાની વિસ્‍તૃત રિપોર્ટ માંગી છે. જયારે બીજી બાજુ બિહારની એક કોર્ટે સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમી દ્વારા પરિવાદ પત્ર નોંધ્‍યો છે.

(12:40 pm IST)