Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

CBIમાં ડખ્ખો : અસ્થાનાને ગુજરાત પરત મોકલવા તૈયારી

CBI પોતાના સ્પે. ડાયરેકટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે : CBIના વડા તેમને હટાવવાનો આપશે આદેશ

નવી દિલ્હી, તા. ર૩ : સીબીઆઇ તેના સ્પે. ડાયરેકટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમનો લાંબા સમયથી ડાયરેકટર આલોક વર્મા સાથે ઝઘડો ચાલી રહ્યો છે. સીબીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે, ડાયરેકટર ગઇકાલે જ અસ્થાના વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગેનો સત્તાવાર પ્રસ્તાવ પસાર કરવા માંગતા હતા પણ અન્ય કામકાજને કારણે તે થઇ શકયું નહતું. માનવામાં આવે છે કે રાકેશ અસ્થાનાને ગુજરાત પાછા મોકલી દેવાશે.

સીબીઆઇના અધિકારીએ કહ્યું હતું કે, અસ્થાનાની નિરંતરતા અસ્થિર થઇ ગઇ છે. સીબીઆઇના વડા તેમને હટાવવાનો આદેશ એક કે બે દિવસમાં મોકલશે. ભલામણ માટે પેપરવર્ક પુરૂ થવાની તૈયારીમાં છે. સીબીઆઇના વડા વર્માએ પીએમની પણ મુલાકાત લીધી હતી અને એમને અસ્થાના ઉપર લાગેલા આરોપો અંગે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશમાં ભ્રષ્ટાચાર સામે કાનૂની લડાઇ લડવા માટે પહેલી એપ્રિલ-૧૯૬૩ના રોજ સીબીઆઇની શરૂઆત કરવામા આવી હતી. અલબત્ત, ભ્રષ્ટાચાર સામે લડવા માટે બનાવાયેલી આ સંસ્થા પોતે જ કાળક્રમે કૌભાંડોનો અડ્ડો બની ગઇ હતી. ઉપરાંત સનસનીખેજ મર્ડરના આરોપ પણ તેની સામે મૂકાયા છે. ર૦૧૮ના વર્ષમાં લાંચરૂશ્વતનો સૌથી મોટો આરોપ તેના સિનિયર ઓફીસર અસ્થાના પર મૂકાયો છે અને તેના કારણે રાજકારણીઓમાં 'સરકારી પોપટ' તરીકે જાણીતી આ સંસ્થાની બદનામી ચરમસીમાએ પહોંચી છે.

સીબીઆઇમાં ઓફીસરો વચ્ચેની ચડસાચડસી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એજન્સીના ટોચના બંને ઓફીસરોને મળવા માટે બોલાવ્યા હોવાનું સૂત્રોએ કહ્યું છે. અસ્થાનાએ બહુ વખત પહેલા સીબીઆઇના વડા વર્મા સામે લેખિતમાં ફરીયાદો કરી હતી અને આ સંદર્ભ આપીને તેમણે કહ્યું છે કે તેમની સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. વર્મા સામે અસ્થાનાએ વડાપ્રધાન કાર્યાલય અને વિજિલન્સ કમિશનને લેખિતમાં ઓગસ્ટ મહિનામાં ફરીયાદ કરી હતી.

(11:44 am IST)
  • આજે પણ ઘટયા પેટ્રોલ-ડિઝલના ભાવ : આજે પણ ઇંધણના ભાવમાં ઘટાડોઃ પેટ્રોલમાં ૧૦ તો ડીઝલમાં ૭ પૈસાનો ઘટાડો જાહેરઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૧.૩૪ અને ડીઝલનો ભાવ રૂ. ૭૪.૮પ થયોઃ મુંબઇમાં ભાવ અનુક્રમે ૮૬.૮૧ અને ૭૮.૪૬ રૂ. થયો છે access_time 11:48 am IST

  • ફુલગામમાં અથડામણમાં ૬ લોકોના મોતના વિરોધમાં ગઈકાલે ભાગલાવાદીઓ દ્વારા જમ્મુ - કાશ્મીર બંધ : અનેક જિલ્લામાં બંધની અસર જોવાઈ : ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ access_time 3:34 pm IST

  • અમદાવાદ:સુપ્રીમકોર્ટના આદેશ બાદ જાહેરનામું બહાર પડાશે :૧૦ વાગ્યા બાદ ફટાકડા ફોડનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે :જૂના ફટાકડા વેચનારા વેપારીઓને ત્યાં તપાસ કરાશે: વિક્રેતાને લાયસન્સ આપતા સમય SCના નિયમનું પાલન કરાશે access_time 3:47 pm IST