Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

No Means No: પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતા કોલગર્લે ચોથા માળેથી છલાંગ લગાવી

જયપુરમાં મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરવાના મુદ્દે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી

જયપુર તા. ૨૩ : રાજધાની જયપુરના મુહાના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મનો કેસ સામે આવ્યા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ યુવતી સાથે ગેંગરેપની વાત કબુલી છે. પોલીસ આરોપીઓની પુછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી કમલ અને લોકેશ સૈની લાલસોટનાં રહેવાસી છે અને બંન્ને દેહવ્યાપારમાં સંડોવાયેલા છે.

સામુહિક દુષ્કર્મમાં સહયોગી લોકેશ સૈનીએ જ કમલને જણાવ્યું હતું કે, જાવેદે ચાર - પાંચ દિવસથી એક યુવતીને ફલેટમાં રોકી હતી. ત્યાર બાદ બંન્નેએ સાથીમાં દારૂ પીધા બાદ રાત્રે આશરે ૨ વાગ્યે બંન્ને નશામાં ધુત્ત્। થઇને ફલેટ પર પહોંચ્યા હતા. પહેલા તો યુવતીએ વિચાર્યું કે આ બંન્નેને જાવેદે જ મોકલ્યા હશે. પરંતુ જયારે તેને જાણવા મળ્યું કે બંન્ને પોતાની રીતે જ અહીં પહોંચ્યા છે તો તેણે તબિયત ખરાબ હોવાનું જણાવીને સંબંધ બનાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

જો કે બંન્ને આરોપીઓ નહોતા માન્યા અને યુવતી સાથે પરાણે સામુહક દુષ્કર્મ કર્યું. ત્યાર બાદ પણ બંન્નેનું મન નહી માનતા ફરીથી યુવતી સાથે સંબંધ બનાવવા માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. ત્યાર બાદ યુવતી ચાર માળના ફલેટની બાલ્કનીમાંથી કુદી ગઇ હતી.

પોલીસ સુત્રોનાં અનુસાર સામુહિક દુષ્કર્મનો શિકાર થયેલી ૨૩ વર્ષીય પીડિતા પણ સેકસ રેકેટ સાથે જોડાયેલી છે. તે નેપાળની રહેવાસી છે પરંતુ થોડા સમયથી દિલ્હીમાં રહેતી હતી. જાવેદનાં બોલાવ્યા બાદ યુવતી જયપુર આવી હતી. જાવેદ સેકસ રેકેટ ચલાવે છે અને તેણે યુવતીને ૧૦ હજાર પ્રતિ રાતના દરે જયપુર બોલાવી હતી અને ત્યાર બાદ તેને મુહાનામાં ભાડાના ફલેટમાં રોકી હતી.

યુવતી દેહ વ્યાપાર સાથે જોડાયેલી છે. જો કે તેને પણ જબરદસ્તી સંબંધ મંજુર નોહોતો. આ જબરદસ્તીથી જ ગભરાયેલી યુવતીએ મોતનો વિકલ્પ પસંદ કર્યો અને ચોથા માળેથી નીચે કુદી ગઇ હતી. જો કે નીચે માટી હોવાનાં કારણે તેનો જીવ બચી ગયો હતો.

(10:59 am IST)
  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST

  • રેલ્વેએ બનાવી હાઇટેક 'ટ્રેન-૧૮' : રર૦ કિમીની ઝડપ : એન્જીન વગરની છે ટ્રેન : આધુનિક સુવિધા access_time 4:24 pm IST

  • રાજકોટ :આજી ડેમમાં સૌની યોજના મારફત થતી નર્મદા નીરની આવક બંધ :સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું:દોઢ માસ નર્મદાનીર મળતા આજી ડેમ સપાટી થયું 23.50 ફૂટ:રાજકોટને 100 દિવસ ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ:રોજ 6 MCFT જેટલું પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે access_time 2:23 pm IST