Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સુપ્રિમ કોર્ટે લગ્ન કરવા માટે છોકરાઓની વયમર્યાદા ઘટાડવાની અરજી ફગાવી, અરજીકર્તાને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ

નવી દિલ્હી તા.૨૩: લગ્ન કરવા માટે છોકરાઓની વયમર્યાદા હાલની ૨૧ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ કરવાની અરજી પર ગઇકાલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ અરજી અશોક પાંડે નામના એક વકીલ દ્વારા કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટને આ અરજીમાં કોઇ જરૂરી કે મહત્ત્વનો મુદ્દો ન જણાંતા એણે અરજી ફગાવી દીધી હતી તથા કોર્ટનો સમય બરબાદ કરવા બદલ વકીલને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ભારતમાં લગ્ન માટે છોકરીઓની વયમર્યાદા ૧૮ વર્ષ અને છોકરાઓની વયમર્યાદા ૨૧ વર્ષની છે.

(10:49 am IST)