Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

EPFO નું માળખું બદલીને એને ફન્ડ-મેનેજર બનાવી દેવામાં આવશે

આ સંસ્થા દર વરસે એના રોકાણ પર મળેલા વળતરના આધારે વ્યાજદર જાહેર કરશે

નવી દિલ્હી તા.૨૩: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ને સરકાર ફન્ડ-મેનેજરમાં પરિવર્તિત કરવાની વિચારણા કરે છે, જે દેશના પચાસ કરોડ લોકોની સામાજિક સલામતી માટે અલગથી વ્યાપક પ્લાન તૈયાર કરે. ઇપીએફઓનું મુખ્ય ફંકશન સ્ટેટ સોશ્યલ સિકયોરિટી બોર્ડ ઊભું કરવાનુ઼ રહેશે. ઇપીએફઓ એક એવા ફન્ડ-મેનેજરની ભૂમિકા ભજવશે જે રોકાણ પરના વળતરના આધારે PF ડિપોઝિટ પર વાર્ષિક વ્યાજદર જાહેર કરશે.

આનો એક ઉદ્દેશ EPFO ના ફન્ડ-મેનેજરના અનુભવનો લાભ લેવાનો પણ છે જે વરસોથી છ કરોડ સબસ્ક્રાઇબર્સના નાણાં મેનેજ કરે છે. આ માટે EPFO નું માળખું પણ બદલાશે. એ પ્રોફેશનલ ફન્ડ-મેનેજર તરીકે કામ કરશે. EPFO નાણાખાતાની ઇન્વેસ્ટમેન્ટ-પેટર્ન મુજબ કાર્ય કરશે.

ભવિષ્યમાં EPFO બધાં રાજયોના વર્કર્સના PF નું સેન્ટ્રલ બોર્ડ બની જશે. એ સાથે એ તમામ PF ફન્ડનું સંચાલન કરશે. આ માટે સરકાર પ્રોફેશનલ મેનેજર્સની નિમણૂંક પણ કરશે. આ નવા માળખા હેઠળ બધી સોશ્યલ સ્કીમ્સ આવરી લેવાશે એવો પ્લાન છે.

(10:44 am IST)