Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમૃતસર ટ્રેનકાંડની તપાસ હાથ ધરશે સીટ

હાઇકોર્ટ અને માનવાધિકાર પંચમાં પહોંચ્યો મામલો : માનવાધિકાર પંચે પંજાબ સરકાર અને રેલ્વેને આપી નોટીસ

અમૃતસર તા.૨૩: દશેરાના દિવસે રેલ્વે ફાટક પાસેથી દુર્ઘટનાની તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી દીધી છે. ડીજીપી સુરેશ અરોરાના આદેશ પર નિમાયેલી એસઆઇટી ત્રણ મહીનામાં પોતાનો રીપોર્ટ આપશે. દુર્ઘટનાના દરેક પાસાની તપાસ માટે ચાર સભ્યોની એસઆઇટી (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)  બનાવાઇ છે. બીજી બાજુ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ અને માનવાધિકાર પંચમાં આ મામલો પહોંચ્યો છે. રાષ્ટ્રીય  માનવાધિકાર પંચે આ બનાવમાં પંજાબ સરકાર, રેલ મંત્રાલય અને રેલ્વે બોર્ડના ચેરમેનને નોટીસ આપીને જવાબ માંગ્યો છે. ઉપરાંત આ દુર્ઘટનાને લઇને હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરાઇ છે. અરજીમાં આ ઘટનાની સીબીઆઇ તપાસની માંગણી કરાઇ છે.

ડીજીપીએ એડીજીપી (જીઆરપી) ઇકબાલ પ્રીતસિંહ સહોતાને એસઆઇટી નિમવાનો આદેશ આપ્યો હતો. સહોતાએ ૬૨ લોકોનાં મોત પર દિલગીરી વ્યકત કરતા કહયું કે દોષીઓને કોઇપણ કિંમતે માફ નહીં કરાય. એસઆઇટીનું નેતૃત્વ એઆઇજી દલજીતસિંહ રાણા કરશે અને ડીએસપી સુરીન્દ્રકુમાર એક ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર તેના સભ્ય હશે.

પોલીસ કમિશ્નર સુધાંશુ શ્રી વાસ્તવ સાથે એસઆઇટીના સભ્યો સોમવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં લગભગ એક કલાક સુધી લોકો સાથે વાતચીત કરી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના નિવેદન પણ લેવાયા.

સહોતાએ જણાવ્યું કે ટ્રેન ડ્રાઇવરની ભૂમિકાની પણ તપાસ કરાશે. દુર્ઘટના પછી મોટાભાગે ટ્રેન રોકી લેવાય છે પણ આટલા મોત પછી પણ ટ્રેન રોકવામાં નહોતો આવી. એ પણ તપાસવામાં આવે છે કે આબાદી સ્થળની પસાર થતી ટ્રેનની ઝડપ વધુમાં વધુ કેટલી હોવી જોઇએ. દુર્ઘટના દરમ્યાન રેલ્વે ટ્રેક પર ઉભેલા લોકો દોષિત છે કે નહીં તે પણ તપાસવામાં આવશે.

(10:41 am IST)
  • આજે પણ ઘટયા પેટ્રોલ-ડિઝલના ભાવ : આજે પણ ઇંધણના ભાવમાં ઘટાડોઃ પેટ્રોલમાં ૧૦ તો ડીઝલમાં ૭ પૈસાનો ઘટાડો જાહેરઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૧.૩૪ અને ડીઝલનો ભાવ રૂ. ૭૪.૮પ થયોઃ મુંબઇમાં ભાવ અનુક્રમે ૮૬.૮૧ અને ૭૮.૪૬ રૂ. થયો છે access_time 11:48 am IST

  • દાહોદના ઝાલોદની RTO ચેકપોસ્ટ પર એસીબીનો દરોડો :કોમ્પ્યુટર ઓપરેટરની મિલિ ભગતથી વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું :ડિકોય ટ્રેપ કરી આસિસ્ટન્ટ મોટર વહીકલ ઇન્સ્પેકટર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યા:વાહન દીઠ રૂપિયા 500 ઉઘરાવતા હતા. access_time 6:45 pm IST

  • દિલ્હીઃ રાકેશ અસ્થાનાને હાઈકોર્ટની રાહત:આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં:હાઈકોર્ટે CBI પાસેથી ગુરૂવાર સુધી જવાબ માંગ્યો access_time 7:15 pm IST