Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

CBI પાસે પુરાવા હોવાનો દાવો

''રો''ના ઓફિસરે CBI નાં વડાને ફસાવવાનું ષડયંત્ર ઘડયું હતું

નવી દિલ્હી તા.૨૩: સીબીઆઇના વડા આલોક વર્માને ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં ''રો''ના વરિષ્ઠ ઓફિસર સામંતકુમાર ગોયલની સક્રિય ભૂમિકા હતી. સીબીઆઇ પાસે આ અંગેના નક્કર પુરાવા પણ છે.

સીબીઆઇ પોતાના સ્પે.ડાયરેકટર રાકેશ આસ્થાના વિરૂદ્ધ લાંચના કેસમાં વચેટીયાની ભૂમિકા ભજવનાર મનોજ પ્રસાદ સાથે તેના  ભાઇ સોમેશ પ્રસાદની પણ ધરપકડ કરવા માંગતી હતી મનોજ પ્રસાદની ૧૫મીએ ધરપકડ થઇ હતી પણ સામંત ગોયલ એ ફોન કરી એ સમયે વિદેશ ગયેલા સોમેશને ભારત આવવાની ના પાડી દીધી હતી.

ઉચ્ચ સુત્રોના કહેવા મુજબ સમગ્ર ષડયંત્ર માં સામંત ગોયલ સામેલ છે. સીબીઆઇ પાસે સામંત ગોયલ અને સોમેશ પ્રસાદની વાતચીતની ટેપ પણ છે.

(10:40 am IST)