Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પ્રેમને સીમાડા નથી નડતા કે અમીરી-ગરીબીની મર્યાદા પણ નથી નડતીઃ પશ્ચિમ બંગાળના કાલના શહેરના ગરીબ પરિવારના યુવકના લગ્ન કનેડાની યુવતિ સાથે થયા

કોલકાતાઃ પ્રેમને કોઇ સીમાડા નથી નડતા, તેમ અમીરી-ગરીબીની મર્યાદા પણ નથી નડતી.કંઇક આવુ જ બન્યું છે. ટીંકુ અને કેથરિનની લવ સ્ટોરીમા, નામ વાંચીને જ આપને આ લવ સ્ટોરી કંઇક અલગ જ હોવાનો અંદાજ આવી ગયો હશે. જેટલી તેમના નામમાં ભિન્રતા છે. તેટલો જ ભિન્ન તેમના પ્રેમમાં પડવાનો અને સાત જનમ સુધી એકબીજાના જઇ જવાનો કિસ્સો પણ છે.

પશ્ચિમ બંગાળના એક નાનકડા શહેર કાલનામાં રહેતા ટીંકુને સપને પણ અંદાજો નહોતો કે તેના લગ્ન એક કેનેડિયન છોકરી સાથે થશે. કેથરિન સાથે તેની મુલાકાત ઉત્તરાખંડમાં આવેલા એક યોગ ટ્રેનીંગ સેન્ટરમાં થઇ હતી, જયાં ટીંકુ અને કેથરિન એકબીજાના પ્રેમમાં પડયા, અને બંગાળીઓના સૌથી મોટા તહેવાર એવા દુર્ગા પૂજામાં તેમણે લગ્ન કરી લીધા.

પ્રેમ કેથરિન પોતાની બહેન  સાથે ગયા વર્ષે ભારત ફરવા આવી હતી.તે ઋષિકેશમાં આવેલા એક યોગ ટ્રેનિંગ કેમ્પમાં જોડાઇ હતી. આ કેમ્પમાં ટીંકુ યોગ ઇન્સ્ટ્રકટર તરીકે કામ કરતો હતો. કેથરિનને યોગ શીખવતા-શીખવતા ટીંકુ તેના પ્રેમમમાં પડી ગયો, અને કેથરિન પણ તેના તરફ આકર્ષાઇ.

નવાઇની વાત એ છે કે, ટીંકુ એટલો ગરીબ છે કે તેની પાસે રહેવા પાકું ઘર પણ નથી. ર૦૧૧માં હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજયુએટ થયા બાદ તેણે ર૦૧૪માં યોગનો સર્ટિફીકેટ કોર્સકર્યો હતો. તે ત્રણ મહિના હરિદ્વારા કર્યો અને રામદેવ આશ્રમમાં તેણે આટલો સમય વિતાવ્યો. આખરે ઋષિકેશમાં તેની એક યોગ કેન્દ્રમાં પાર્ટ ટાઇમ નોકરી મળી ગઇ.

ટીંકુની પત્ની કેથરિન માસ્ટર ડિગ્રી સુધી ભણેલી છે, અને કેનેડામાં સ્કુલ ટીચર છ.ે ટીંકુનું કહેવું છે કે તે કેથરિનને જોતા જ તેના પ્રેમમાં પડી ગયો હતો. જયારે કેથરિનનું કહેવું છે કે તેને ટીંકુ ખૂબજ સારો માણસ લાગ્યો, અને તેના આ ગુણને લીધે જ તેને ખૂબ પસંદ હતો. તે ગત જાન્યુઆરીમાં ટીંકુના ઘરે આવી હતી, અને ત્યારે જ તેમણે દુર્ગા પુજા વખતે પરણી જવાનું નકકી કર્યું.

કેથરિનના મા-બાપે પણ તેને ટીંકુ સાથે પરાણવા પરવાનગી આપી દીધી. બંગાળી રિવાજ અનુસાર બંનેના લગ્ન થયા, હવે તો કેથરિનને એક બંગાળી પરિણિતા જોવા જ કપડા પહેરવાનું શરૃ કરી દીધું છે. પોતાના નવા ઘરમાં ખુબજ છે. તે બંગાળી પણ શીખી રહી છે તે બંગાળી લખવાની પણ પ્રેકિટસ કરે છે.

ટીંકુની માતા પણ પોતાની વિદેશી વહુથી ખૂબજ ખુશ છ.ે કેથરિન પણ દિલથી બંગાળી બની ચુકી છે. તેને રસગુલ્લા અને બંગાળી સ્વીટ સંદેશ ખૂબજ પસંદ છે. રોટી અને રિંગણનું શાક પણ તેના ફેવરિટ છ.ે નવદંપતી ૧પમી ઓકટોબરે કેનેડા જઇ રહ્યા છે. અને થોડા દિવસ રોકાઇ તેઓ પરત ફરશે.

(12:00 am IST)
  • છત્તીસગઢમાં મુખ્યમંત્રી ડો.રમણસિંહ સામે કોંગ્રેસે અટલજીના સગા ભત્રીજી કરૂણા શુકલને મેદાનમાં ઉતાર્યા access_time 3:35 pm IST

  • સુરતના હજીરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો :7 લાખના વિદેશી દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ ઝડપાયો :ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હજીરા પોલીસે ઝડપ્યો લાખોના મુદ્દામાલ સાથે પોલીસે કરી બે આરોપીની ધરપકડ:ખેતરમાં ભાડૂતી જગ્યા રાખી આરોપીઓ દારૂનો કરતા હતા સંગ્રહ access_time 6:46 pm IST

  • જામનગર :ભેળસેળીયા પેટ્રોલપંપ પર પુરવઠા ખાતાની તવાઇ:લાલપુર પોરબંદર હાઇવે પર લાલપુર પેટ્રોલપંપને સીલ કરાયું:જામનગર પુરવઠા વિભાગ દ્વારા ઓચિંતા દરોડાની કાર્યવાહી:23 લાખનો પેટ્રોલ-ડિઝલનો ભેળસેળયુકત જથ્થો સીલ કરાયો:પેટ્રોલ પંપ પર ભેળસેળ થતા હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી access_time 3:46 pm IST