Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સુપ્રીમ કોર્ટ દશેરાની રજા પછી કલમ 370 પર કરશે સુનાવણી

બેન્ચે કહ્યું કે દશેરાની રજા પછી કોર્ટ ફરી ખુલશે ત્યારે તેના પર વિચાર કરશે:. સુપ્રીમ કોર્ટ 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી દશેરાની રજા પર રહેશે

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દશેરાની રજા પછી બંધારણની કલમ 370માં કરવામાં આવેલા ફેરફારોને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા યુ યુ લલિતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરાતા  બાદ ખંડપીઠે કહ્યું કે તે દશેરાની રજાઓ પછી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જાની જોગવાઈને નાબૂદ કરવા માટે કલમ 370ના સંશોધનને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “અમે ચોક્કસપણે તેની સૂચિ બનાવીશું.” CJIએ વકીલને કહ્યું કે આ એક મહત્વપૂર્ણ બંધારણીય મામલો છે અને લાંબા સમયથી પેન્ડિંગ છે. બેન્ચે કહ્યું કે દશેરાની રજા પછી કોર્ટ ફરી ખુલશે ત્યારે તેના પર વિચાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી દશેરાની રજા પર રહેશે.

કેન્દ્ર સરકારના ઓગસ્ટ 2019ના નિર્ણયને પડકારતી અરજીઓની છેલ્લી સુનાવણી 2 માર્ચ 2020ના રોજ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. જો કે, ત્યારપછી જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે અરજીઓને મોટી બેંચને મોકલવાની વિનંતીને ફગાવી દીધી હતી.

શુક્રવારે, જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની બેંચ વરિષ્ઠ વકીલ પીસી સેનના ‘સ્પેશિયલ મેન્ટેશન’ પર કેન્દ્ર સરકારના નિર્ણયની માન્યતાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા સંમત થઈ હતી. બેન્ચે સેનની અરજીને વહેલી સુનાવણી માટે મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે આ મામલો દશેરાની રજાઓ પછી સૂચિબદ્ધ કરવામાં આવશે.

રાધા કુમાર, જીકે પલ્લી અને અન્ય – ભૂતપૂર્વ અમલદારોના જૂથ વતી વરિષ્ઠ વકીલ સેને આ મામલે વહેલી સુનાવણીની વિનંતી કરી હતી. આ અરજીકર્તાઓએ સંયુક્ત રીતે કેન્દ્ર સરકારના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની માન્યતાને પડકારી હતી. સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે માર્ચ 2020 માં કહ્યું હતું કે કલમ 370 ના ચુકાદાને પડકારતી અરજીઓને સાત જજની બંધારણીય બેંચને મોકલવાની કોઈ જરૂર નથી, જેણે ત્યારથી આ મામલાને સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો નથી.

માર્ચ 2020માં સુનાવણી કરનાર બેન્ચના જસ્ટિસ એનવી રમણા સહિત બે સભ્યોની નિવૃત્તિને કારણે હવે આ મામલે વિચારણા કરવા માટે ફરીથી પાંચ જજોની બંધારણીય બેંચની રચના કરવી પડશે. કેન્દ્રએ કલમ 370 ની જોગવાઈઓમાં સુધારો કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો. આ પછી રાજ્યને લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું.

(10:06 pm IST)