Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સતત એલર્ટ રહેવા વિદેશ મંત્રાલયની તાકીદ: આવી ઘટનાઓમાં યોગ્ય કાર્યવાહી થતી નહીં હોવાની રાવ

વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને કેનેડામાં વધતી હિંસા અને ભારત વિરોધી ઘટનાઓ વચ્ચે સાવચેતી રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપી છે.
કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓને પણ ત્યાં એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
પોતાના નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં ભારતીય અધિકારીઓએ આ ઘટનાઓ, ત્યાંના અધિકારીઓ સાથે ઉઠાવી છે અને તેમને ગુનાઓની તપાસ કરવા અપીલ કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં નફરતના અપરાધ, હિંસા અને ભારત વિરોધી ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે અને આવી ઘટનાઓને અંજામ આપનારા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીય વિદ્યાર્થીઓ ઓટાવામાં ભારતીય હાઈ કમિશન, ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની વેબસાઈટની મદદથી પોતાની નોંધણી કરાવી શકે છે. મંત્રાલયનું કહેવું છે કે નોંધણી કરાવવાથી, ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં કેનેડામાં રહેતા ભારતીયો સાથે વધુ સારી રીતે સંપર્ક કરી શકશે.

(7:02 pm IST)