Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ગેંગસ્ટર કેસમાં યુપીના કુખ્યાત બાહુબલી મુખ્તાર અંસારીને ૫ વર્ષની કેદ: ત્રણ દિવસમાં બીજા કેસમાં સજા

નવી દિલ્હી તા.૨૩ : ગેંગસ્ટર કેસમાં યુપીના કુખ્યાત બાહુબલી મુખ્તાર અંસારીને ૫ વર્ષની કેદની સજા ફટકારી હતી.ત્રણ દિવસમાં બીજા કેસમાં સજા મળી છે.

      જેલરને ધમકી આપવા બદલ સાત વર્ષની સજા ફટકાર્યા બાદ હવે મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં પણ દોષી ઠેરવવામાં આવ્યો છે.  અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે મુખ્તારને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.  આ સાથે મુખ્તાર અન્સારી પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.  આ કેસની એફઆઇઆર વર્ષ ૧૯૯૯માં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

(3:50 pm IST)