Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ઉદ્ધવ તરફી શિવસેના ધારાસભ્ય અનિલ પરબની માલિકીની જમીન પર ડિમોલિશન નોટિસ : જમીન પરના રિસોર્ટને તોડી પાડવાની નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી

મુંબઈ : ઉદ્ધવ તરફી શિવસેના ધારાસભ્ય અનિલ પરબની માલિકીની જમીન પર ડિમોલિશન નોટિસ આવતાહાલના માલિક સદાનંદ કદમે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. MOEF દ્વારા જારી કરાયેલી નોટિસમાં જમીન પરના રિસોર્ટને તોડી પાડવાની સૂચના છે. જેમાં હાલના માલિકને કારણ બતાવવાનું કહેવામાં આવ્યું છે કે અગાઉ ઠાકરે પક્ષ શિવસેનાના મંત્રીની માલિકીની જમીન પરના કોમર્શિયલ પ્રોજેક્ટને શા માટે તોડવામાં ન આવે.

અરજદાર, સદાનંદ કદમે, સાઈ રિસોર્ટ્સ NX ને તોડી પાડવા માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MOEF અને CC) દ્વારા જારી કરાયેલી નોટિસને પડકારી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)