Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મિડલ ઇસ્ટનો પાબ્લો એસ્કોબાર મનાતો કુખ્યાત બશીરને અમેરિકાએ મુક્ત કર્યો: ભારતીય એજન્સીઓની વધી ચિંતા :

તાલિબાનના એક પ્રવક્તા અનુસાર, હાજી બશીર નૂરઝઇને અમેરિકન નાગરિક માર્ક ફ્રેચિરના બદલામાં જેલમાંથી છોડવામાં આવ્યો

દુનિયાના કોઇ ખૂણે ડ્રગ્સ પકડાતા હતા, ત્યારે સૌથી પહેલું નામ અફઘાની ડ્રગ લોર્ડ હાજી બશીર નૂરઝઇનું જ આવતું હતું. આ એ વ્યક્તિ છે જેને મિડલ ઇસ્ટનો પાબ્લો એસ્કોબાર કહેવાતો હતો. બશીર ઘણા સમયથી અમેરિકાની જેલમાં બંધ હતો. ત્યાંની એક કોર્ટે તેને ઉંમર કેદની સજા સંભળાવી હતી. પણ હાલમાં જ તેને છોડી મૂકવાની ખબર આવી છે.

કહેવાઇ રહ્યું છે કે, અમેરિકાએ ગુપચુપ રીતે કુખ્ચાત ડ્રગ માફિયા હાજી બશીર નૂરઝઇને અફઘાનિસ્તાનની જેલમાં બંધ એક અમેરિકન નાગરિકને છોડવાના બદલે તેને આઝાદ કરવામાં આવ્યો છે. તેને છોડવાની વાત ભારત સહિત ઘણાં બધા દેશોની એજન્સીઓ માટે ચિંતાની વાત બની શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જેના આઝાદ થવાથી ડ્રગની તસ્કરી અને કારોબારમાં તેજી આવી શકે છે.

બશીર નૂરઝઇ એક અફઘાની ડ્રગ લોર્ડ છે. તે તાલિબાન આંદોલનનો સમર્થક હતો. બાદમાં તેણે અમેરિકન સરકાર માટે એક અંડરકવર એજન્ટના રૂપમાં કામ શરૂ કર્યું હતું. એ જ કારણ હતું કે, અમેરિકા તેને મોસ્ટ વોન્ટેડ ડ્રગ ડીલર હોવા છતાં તેની ધરપકડ નહોતું કરતું. અમેરિકન હેન્ડલરની સાથે તે એ શરત પર કામ કરતો હતો અને ત્યારે તે ડીબ્રીફિંગ માટે ન્યુયોર્ક શહેર આવવા માટે તૈયાર થયો હતો.

બશીર નૂરઝઇ ન્યૂયોર્ક સિટી આવી ચૂક્યો હતો. પણ ત્યાં પહોંચવાના દસ દિવસ બાદ જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન અમેરિકન ફોજની વાપસી પછી તાલિબાન એક ફરી વાર અફઘાનિસ્તાનની સત્તા પર આવી ગયું હતું. ત્યારે તાલિબાને અમેરિકન સરકાર પાસે એક એન્જિનિયર માર્ક ફ્રેચિરના બદલામાં નૂરઝઇને છોડવોની માગ કરી હતી. માર્ક ફ્રેચિરને જાન્યુઆરી 2020માં પકડવામાં આવ્યો હતો.

બશીર નૂરઝઇએ 1979થી 1989 સુધી અફઘાનિસ્તાન પર કબજો કરનારી સોવિયેત સેનાઓ વિરૂદ્ધ જંગ લડી હતી. પણ જ્યારે, મુલ્લા ઉમર અંડરગ્રાઉન્ડ થઇ ગયો ત્યારે બશીરે કંધારનો ચાર્જ છોડી દીધો. તેણે તાલિબાન શાસનને વિસ્ફોટક, હથિયાર અને મિસિશિયા સૈનિકો પણ ઉપલબ્ધ કરાવ્યા હતા.

9/11ના હુમલા વખતે બશીર નૂરઝઇ ક્વેટામાં હતો. પણ હુમલાની ખબર મળતા જ તે ફરીથી અફઘાનિસ્તાન આવી ગયો. નવેમ્બર, 2001માં તે અફઘાન પાકિસ્તાન સીમા પાસે સ્પિનબોલ્ડકમાં અમેરિકન સૈન્ય અધિકારી ગણાતા કેટલાક લોકોને મળ્યો. અસલમાં અમેરિકન સ્પેશિયલ ફોર્સ અને ખુફિયા અધિકારીઓની નાની ટીમ એ સમયે અફઘાનિસ્તાનમાં હાજર હતી, જે કબાયલી નેતાઓનો સપોર્ટ માગી રહી હતી.

તે અમેરિકન લોકો નૂરઝઇને કંધાર લઇ ગયા, જ્યાં તેને હિરાસતમાં લેવામાં આવ્યો. પછી તેની તાલિબાન અધિકારીઓ અને અભિયાનો વિશે આગામી 6 મહિનાઓ સુધી પુછ પરછ કરવામાં આવી. ત્યાર બાદ બશીર નૂરઝઇ એ લોકો સાથે કામ કરવા માટે તૈયાર થયો અને તે શરત પર તેને છોડવામાં આવ્યો. જાન્યુઆરી, 2002ના અંતમાં તેણે લગભગ 400 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો સહિત 15 ટ્રક હથિયાર અમેરિકનોને સોંપ્યા, આ એ ખેપ હતી, જેને તાલિબાને પોતાના વિસ્તારમાં છૂપાડી હતી.

 

1 જૂન, 2004ના રોજ ડ્રગ માફિયા બશીર નૂરઝઇ વિરૂદ્ધ વિદેશી નાર્કોટિક્સ કિંગપિન એક્ટ લગાવાયો. એપ્રિલ, 2005માં, ન્યુયોર્ક શહેરમાં અમેરિકન અધિકારીઓએ નૂરઝઇની ધરપકડ કરી હતી. તેના પર અમેરિકામાં 50 મિલિયન અમેરિકન ડોલરથી વધારેની હેરોઇનની તસ્કરી કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. તેનું નામ નશાકારક દવાઓના મોસ્ટ વોન્ટેડ તસ્કરોની ટોપ ટેન લિસ્ટમાં શામેલ છે.

નૂરઝઇની ધરપકડને અફઘાનિસ્તાનના પૂર્વ તાલિબાન શાસન અને ગેરકાયદે નશીલા પદાર્થોના વ્યાપાર દરમિયાન કથિત સંબંધો સાથે જોડીને જોવામાં આવશે. 2008ના કેસમાં નૂરઝઇનું પ્રતિનિધિત્વ ન્યૂયોર્કના હાઇ પ્રોફાઇલ ક્રિમિનલ લોયર ઇવાન ફિશરે કર્યું હતું. એ કેસમાં અમેરિકન વિદેશ નીતિ વિશે ઘણા સવાલો ઉઠ્યા હતાં. જોકે, 2008માં નૂરઝઇને અમેરિકામાં 50 મિલિયન ડોલરની હેરોઇન તસ્કરીનો દોષી ઠરેવ્યો હતો.

પણ હવે તેના છૂટવાની ખબર સામે આવી છે. તાલિબાનના એક પ્રવક્તા અનુસાર, હાજી બશીર નૂરઝઇને અમેરિકન નાગરિક માર્ક ફ્રેચિરના બદલામાં જેલમાંથી છોડવામાં આવ્યો છે અને 19મી સપ્ટેમ્બર, 2022ના રોજ નૂરઝઇ અફઘાનિસ્તાન પહોંચ્યો છે. બશીર નૂરઝઇને તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો નજીકનો ગણવામાં આવે છે.

(11:35 pm IST)