Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સાઉદી અરબના મદીનામાંથી સોના-તાંબાનો ભંડાર મળ્‍યો

મદીનાના અબા અલ-રાહા, ઉમ્મ અલ-બરાક શીલ્ડ, હિજાજની સીમાઓથી પણ વધારે

નવી દિલ્‍હી,તા. ૨૩ : સાઉદી અરબમાં સોના અને તાંબાનો નવો ભંડાર મળ્‍યો છે. આ વાત સાઉદી અરબની સરકારને ઘણી ખુશ કરી દે તેવી છે, કારણ કે સોનાનો નવો ભંડાર મળવાના કારણે આંતરરાષ્ટ્રીય અને દેશના સ્‍થાનિક રોકાણકારોને વધારે આકર્ષિત કરશે. જેનાથી માઈનિંગ સેક્‍ટરમાં વધારે રોકાણ કરવાની આશા રહેશે. સાઉદી અરબના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે સોના અને તાંબાના નવા સ્‍થળોના મળવાની જાહેરાત કરી છે. સાઉદી અરબના જે વિસ્‍તારમાં સોનાના સ્‍થળો મળ્‍યા છે, તે મદીનાના અબા અલ-રાહા, ઉમ્‍મ અલ-બરાક શીલ્‍ડ, હિજાજની સીમાઓથી પણ વધારે છે.

મદીનાના આ વિસ્‍તારમાં સોનાની શોધ એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલ ઉમ્‍મ અલ-બરાક શીલ્‍ડમાં સોનાના અયસ્‍કની કમી હતી. મળેલા રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબમાં સોના અને તાંબાના સ્‍થળોની થયેલી નવી શોધના કારણે ᅠસ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિત કરવાની સાથે આશરે ચાર હજારની નજીક નોકરીઓની તક પણ મળશે તેવી આશા જતાવવામાં આવી રહી છે. સાઉદી અરબમાં થયેલી નવી શોધે લઈને વિશ્‍લેશકોનું માનવું છે કે આ નવી શોધથી સાઉદી અરબમાં ખનન માટે નવી સંભાવનાઓ વધશે. આ સાથે જ આ ક્ષેત્રમાં રોકાણની પણ તકો વધશે.

સોના અને તાંબાના નવા ભંડારાની શોધ સાઉદી સરકારના માઈનિંગ સેક્‍ટરને મજબૂત કરશે, જે ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાનના વિઝન ૨૦૩૦ માટે એક સહારો બનશે. એમબીએસના આ વિઝનમાં વર્ષ ૨૦૩૦ સુધી સાઉદી અરબની આત્‍મ નિર્ભરતા તેલથી હટીને બીજી અલગ અલગ વસ્‍તુઓ ધ્‍યાન કેન્‍દ્રીત કરવાનો છે. તમને જણાવી દઈએ કે સાઉદી અરબ સોનાના સૌથી મોટા ધારક તરીકે દુનિયામાં ૧૮મા સ્‍થાન પર છે અને ખાસ કરીને અરબ દેશોમાં પોતાના ભંડારના મામલામાં સૌથી ઉપર છે. તેવામાં સોના અને તાંબાના નવા ભંડાર મળવાથી તેનો ઘણો ફાયદો સરકારને ભવિષ્‍યમાં મળવાનો છે.

ગયા જુલાઈ મહિનામાં સાઉદી સરકારે ઈન્‍ડ્‍સ્‍ટ્રી એન્‍ડ મિનરલ રિસોર્સ મિનિસ્‍ટર ખાલિદ અલ મુદેફેરએ કહ્યું હતું કે, ગયા વર્ષે સાઉદી અરબમાં માત્ર ખનન ઉદ્યોગથી જ ૮ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ થયું હતું. મંત્રીના કહેવા પ્રમાણે, માઈનિંગ માટે રોકાણને પ્રોત્‍સાહિત કરનારા કાયદા પછી વિદેશી રોકાણમાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં જ ખાડી દેશ સાઉદી અરબે કહ્યું હતું કે તે આ દશકના અંત સુધીમાં માઈનિંગ સેક્‍ટરમાં ૧૭૦ બિલિયન ડોલરના રોકાણની આશા કરી રહ્યું છે.

(1:45 pm IST)