Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

દરેક ગરીબોને મોદી સરકાર આપશે આયુષ્યમાન કાર્ડ : પાંચ લાખ સુધીનો ઈલાજ મફત:આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત

આગામી વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે સપ્ટેમ્બર 2022 સુધીમાં દરેક ગરીબોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે

નવી દિલ્હી :  મોદી સરકાર દ્વારા ગરબી પરીવારોને 5 લાખ સુધીની મેડિકલ સહાય આપવામાં આવે છે. જેના દ્વારા ગરીબ પરિવારો હોસ્પિટલોમાં મફત ઈલાજ કરાવી શકે છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા સરકાર 5 લાખ સુધીની સહાય આપે છે. આ યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તજે પ્રસંગે આરોગ્ય મંથન 3.0નું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંથન 3.0માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંજ્ઞી મનસુખ માંડવિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે સપ્ટેમ્બર 2022 સુધીમાં દરેક ગરીબોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે.

આરોગ્ય મંથન 3.0 નું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડૉ ભારતી પ્રવીણ પવાર દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજના 2018માં શરૂ થઈ હતી. જેના અંતર્ગત ગરીબોને પાંચ લાખ રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

(8:27 pm IST)