Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરોના મહામારીમાં મોદી સરકારે કરેલી કામગીરીના સુપ્રીમકોર્ટે કર્યા વખાણ : કહ્યું -ભારતે જે કર્યું તે વિશ્વનો કોઈ દેશ ના કરી શકે

કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારને 50 હજાર આપવાણ નિર્ણયની પ્રશંશા કરતા કહ્યું તેનાથી મૃતકોના પરિવારજનોને ઘણી રાહત મળશે

નવી દિલ્હી :  કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે જે પણ વ્યવસ્થાઓ કરી હતી તેને લઈને સુપ્રિમ કોર્ટે સરકારના વખાણ કર્યા છે. મોદી સરકાર દ્વારા કોરોનાથી મોચત પામનાર વ્યક્તિઓના પરિવારને પણ સહાય આપવામાં આવશે તે મુદ્દે પણ સુપ્રિમ કોર્ટે તેમના વખાણ કર્યા છે. સરકારની કામગીરીની વખાણ કરતા સુપ્રિમ કોર્ટે એવું પણ કહ્યું કે આજે અમે ઘણા ખુશ છે

   સમગ્ર મામલે સુપ્રિમ કોર્ટે એવું પણ કહ્યું કે ભારત સરકાર દ્વારા જે પણ કરવામાં આવ્યું તે વિશ્વના કોઈ દેશે નથી કર્યું. સાથેજ એવું પણ કહ્યું કે સરકારના આ નિર્ણયને કારણે મૃતકોના પરિવારજનોને ઘણી રાહત મળશે. ન્યાયમૂર્તિ એમઆર શાહે કહ્યું આજે અમે ગણા ખુશ છે. કારણકે પીડિત પરિવારોને સરકાર તરફથી ઘણી રાહત મળી છે

જસ્ટિસ શાહ અને એએસ બોપન્નાએ કોરોનાને લઈને સરકારે જે કામગીરી કરી તેને પણ બિરદાવી છે. સાથેજ તેમણે કહ્યું કે અમને ખ્યાલ છે કે આવી પરિસ્થિતીઓમાં ઘણી સમસ્યા આવતી હોય છે. સરકારને ઘણીયોજનાઓ ચલાવી પડી છે જે તેમનું કર્તવ્ય છે. સાથેજ તેમણે કહ્યું કે ભારતે કોરોનાકાળમાં જે પણ કર્યું તે અન્ય કોઈ પણ દેશે નથી કર્યું 

  અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. જેમા કેન્દ્રએ એવું સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર તરફથી પણ આ વળતર આપવામાં આવશે. અગાઉ સરકારે સુ્પ્રિમ કોર્ટને કહ્યું હતું કે તેઓ ચાર લાખ નહી આપી શકે. જેથી સુપ્રિમ કોર્ટે તેમની વાત માનીને વચ્ચેનો રસ્તો કાઢવા માટે કહ્યું હતું. 

(7:55 pm IST)