Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પીએમ કેર ફંડના ૫૦૦૦૦ કરોડ ક્યાં ગયા? : કોંગ્રેસ

પીએમ કેર ફંડના મુદ્દાએ ફરી વંટોળ સર્જયો : સરકારનું ફંડ ન હોઈ આરટીઆઈ હેઠળ તેનો જવાબ આપી શકાય તેમ નથી એમ જણાવતા કોંગ્રેસનો સવાલ

નવી દિલ્હી, તા.૨૩ : પીએમ કેર ફંડના મુદ્દાએ ફરી એક વખત રાજકીય મોરચે વંટોળ સર્જયો છે. કોંગ્રેસે મુદ્દે ફરી આરોપ લગાવીને સવાલ કર્યો છે કે, પીએમ કેર ફંડમાં આવેલા ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા? કોંગ્રેસના પ્રવક્તા અને આગેવાન સુપ્રિયા શ્રીનેતને પૂછ્યુ હતુ કે, પીએમ કેર ફંડની રકમનુ શું થઈ રહ્યુ છે તેનો જવાબ સરાકર આપે.

તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ કેર ફંડ ભારત સરકારનુ ફંડ નથી એટલે રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ તેનો જવાબ આપી શકાય તેમ નથી. કોર્ટમાં કાર્યાલય દ્વારા જવાબ અપાયો હતો કે, રાહત ફંડ ભારત સરકારને આધીન નથી અને તે ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલુ છે. મામલો એટલે ચર્ચામાં આવ્યો છે કે, પીએમ કેર ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક પિટિશન કરવામાં આવી છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે, ફંડને સરકારી ફંડ જાહેર કરવામાં આવે. તેની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તેને આરટીઆઈ હેઠળ પણ લાવવાની જરૂર છે.

(7:23 pm IST)