Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

દર વર્ષે 70 લાખ લોકો પ્રદુષણના કારણે મોતને ભેટે છેઃ દિલ્‍હી દેશ અને એશિયામાં સૌથી વધુ પ્રદુષિત શહેર તરીકે જાહેર

વાયુ પ્રદુષણ લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે સૌથી મોટો ખતરોઃ WHOની ચેતવણી

નવી દિલ્હી: કોઇ વિસ્તાર પ્રદૂષિત છે કે નથી? WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) તેની પરિભાષા બદલી નાખી છે. 2005 બાદ પ્રથમ વખત WHO એર ક્વોલિટી ગાઇડલાઇનને સંશોધિત કર્યુ છે. નવી પરિભાષાને માનીએ તો વર્ષથી વધુ સમય આખુ ભારત જ પ્રદૂષણમાં જીવી રહ્યુ છે. દર વર્ષે 70 લાખ લોકો પ્રદૂષણને કારણે મરી રહ્યા છે. નક્કી માનકો સાથે 17 ઘણા વધુ પ્રદૂષણ સાથે દિલ્હી દેશ અને એશિયામાં સૌથી વધુ પ્રદૂષિત શહેર છે.

નવી ગાઇડલાઇન્સમાં શું છે?

પહેલા 24 કલાકના સમયમાં 25 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર PM 2.5ને સુરક્ષિત માનવામાં આવે છે. WHOએ હવે કહ્યુ છે કે 15 માઇક્રોગ્રામથી વધુની એકાગ્રતા એટલે કંસટ્રેશન સુરક્ષિત નથી.

આ રીતે PM10ના માનકને 50 માઇક્રોગ્રામથી ઘટાડીને 45 કરવામાં આવ્યુ છે.

શું છે WHOની ચેતવણી?

WHO તેને લઇને ચેતવણી જાહેર કરી છે કે વાયુ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે. ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશમાં. માટે જરૂરત છે કે જલ્દીથી જલ્દી પ્રદૂષણને ઓછુ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે. નવી ગાઇડલાઇનનું પાલન કરી લોકો ખુદને વાયુ પ્રદૂષણથી થતા ગંભીર પરિણામોથી બચાવી શકે છે અને સરકાર પણ આ ગાઇડલાઇન્સનો ઉપયોગ કરી શકે છે.

કેટલા દેશોએ WHOની 2005 ગાઇડલાઇન્સનું પાલન કર્યુ?

બિન સરકારી સંસ્થા ગ્રીનપીસે જણાવ્યુ કે વિશ્વભરના મોટાભાગના શહેરોએ WHOની 2005માં જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કર્યુ હતુ. ગ્રીનપીસે કહ્યુ કે IQairના આંકડા અનુસાર, ગત વર્ષે વિશ્વના 100 સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાંથી 79માં જ્યા વાર્ષિક એવરેજ પીએમ 2.5 વાયુ પ્રદૂષણ સ્તર હતુ, તે દેશોએ 2005ની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કર્યુ હતુ. જો આ ગાઇડલાઇન્સને કડક કરી દે તો આવા 92 દેશ થઇ જશએ જે ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરે છે.

ક્યા કેટલુ પ્રદૂષણ વધ્યુ?

WHO અનુસાર એશિયાના દેશ સૌથી વધુ ખતરામાં છે. જેમાં પણ દિલ્હીમાં 17 ઘણા પ્રદૂષણ વધી ગયુ છે. બીજી તરફ પાકિસ્તાનના લાહોરમાં 16 ઘણુ, ઢાકામાં 15 ઘણુ અને ચીનના શહેર ઝોંગઝાઉમાં 10 ઘણુ પ્રદૂષણ વધ્યુ છે. આ નોટ કરવામાં આવ્યુ કે વિશ્વના 10 સૌથી મોટા શહેરમાંથી આઠમાં PM 2.5નો ડેટા ઉપલબ્ધ નહતો.

WHOના સાઇટિસ્ટ જણાવે છે કે PM 2.5 સ્તરનો કણ જો તમારા ફેફ્સામાં જાય છે તો તમને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. આટલુ જ નહી તે તમારા લોહીમાં ઉતરીને કેટલાક રીતના રેસપિરેટરી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

બાળકોમાં આ ફેફ્સાની વૃદ્ધિ અને તેના કામમાં કમી લાવી શકે છે. રેસપિરેટરી અને ગંભીર અસ્થમાની સમસ્યાઓને ઉભી કરી શકે છે. વયસ્કોમાં હદય રોગ અને સ્ટ્રોક. બીજી તરફ વાયુ પ્રદૂષણને કારણે સમય પહેલા મોતનું સૌથી સામાન્ય કારણ જોવા મળે છે.

WHO તો અહી સુધી જણાવે છે કે ડાયાબિટિસ અને ન્યૂરોડીજેનેરેટિવ સ્થિતિઓ જેવા અન્ય પ્રભાવોના પણ પુરાવા સામે આવી રહ્યા છે.

એક્સપર્ટ્સ શું કહે છે?

પૂણે સ્થિત રેસપિરેટરી ડિસીજ એક્સપર્ટ, ડૉ સંદીપ સાલ્વી, જો ગ્લોબલ બર્ડન ઓફ ડિસીસ સ્ટડીનો ભાગ છે, તે કહે છે કે ભારતની 95 ટકાથી વધુ વસ્તી પહેલાથી જ તે વિસ્તારમાં રહે છે જ્યા પ્રદૂષણનું સ્તર WHOના 2005ના માનદંડોથી વધુ હતુ.

WHOના 2005ના માનદંડોની તુલનામાં ભારતના પોતાના રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા માનક બરાબર નથી. છેલ્લા કેટલાક વર્ષમાં, સરકાર 2017ના આધાર પર કેટલાક શહેરોમાં 2024 સુધી વાયુ પ્રદૂષણને 20-30 ટકા સુધી કામ કરવાની યોજના પર કામ કરી રહી છે.

WHOએ જણાવ્યુ કે જો દેશ પોતાના નવા વાયુ ગુણવત્તા માનકોનું પાલન કરે છે તો 80 ટકા મોતને રોકી શકાય છે. અહી સુધી કે 2005ના માનકોને મેળવવાથી 48 ટકા મોત રોકી શકાય છે.

(5:14 pm IST)