Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

માલિક હો તો ઐસાઃ રચી દીધો ઇતીહાસ

ભારતીય કંપનીની કમાલઃ ૫૦૦ કર્મચારીઓ રાતોરાત બની ગયા કરોડપતિ

નવી દિલ્હી, તા.૨૩: આઈટી સેકટરની કંપની ફ્રેશવકર્સની અમેરિકાના નાસડેક સ્ટોક એકસચેન્જમાં લિસ્ટિંગ થયું છે. આ સાથે જ અમેરિકી બજારમાં સૂચીબદ્ઘ થનારી પહેલી ભારતીય સોફ્ટવેર એઝ સર્વિસ (SAAS) અને યુનિકોન કંપની બની ગઈ છે. આ કંપનીમાં કામ કરનારા ૫૦૦થી વધુ કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા છે. જેમાંથી ૭૦ લોકોની ઉંમર તો ૩૦ વર્ષથી પણ ઓછી છે. ગિરીશ માતૃભૂતમની આ કંપનીમાં ૪૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

મળતી માહિતી મુજબ કંપનીના શેરે નાસડેક ઈન્ડેકસ પર પોતાના ઈશ્યુ પ્રાઈઝથી ૨૧ ટકા ઉપર ૩૬ ડોલરના ભાવે એન્ટ્રી કરી. આ સાથે જ કંપનીની માર્કેટ કેપ ૧૨ અબજ ડોલર ઉપર પહોંચી ગઈ. આજે ૭૬ ટકા કર્મચારીઓ પાસે ફ્રેશવકર્સના શેર છે. ફ્રેશવકર્સના સીઈઓ ગિરીશ માતૃભૂતમે લિસ્ટિંગના માધ્યમથી કર્મચારીઓ માટે પૈસા કમાવવા પર કર્યું કે હું વાસ્તવમાં ખુશ અને ગૌરવ અનુભવું છું. કંપનીની આ ઉપલબ્ધિથી હું ખુબ ખુશ છું. આ આઈપીઓએ મને અત્યાર સુધીમાં ફ્રેશવકર્સના તે તમામ કર્મચારીઓ પ્રતિ પોતાની જવાબદારી નિભાવવાની તક આપી છે, જેમણે છેલ્લા દસ વર્ષમાં અમારા પર વિશ્વાસ કર્યો અને ફ્રેશવકર્સમાં યોગદાન આપ્યું છે.

કર્મચારીઓના કરોડપતિ બની જવા પર માતૃભૂતમે કહ્યું કે આ પ્રકારની ચીજો ભારતમાં વધુ કરવાની જરૂર છે. કર્મચારીઓની મહેનતથી આ શકય બન્યું છે, તેઓ તેના માટે યોગ્ય છે. જેમ જેમ કંપની મોટી થતી ગઈ, આ તમામ કર્મચારીઓએ તેમા યોગદાન આપ્યું. હું માનું છું કે કંપનીના આ રિવન્યુને તે લોકો સાથે શેર કરવામાં આવે જેમણે તેને બનાવી છે. આ ફકત કંપનીના મામલિકના અમીર થવા કે રોકાણકારોના અમીર થવા માટે નથી. હું એ વાતથી ખુશ છું કે અમે એક નવો પ્રયોગ કર્યો અને અમે તેને ચાલુ રાખીશું.

માતૃભૂતમે વધુમાં કહ્યું કે અમે અમારી આ મુસાફરી ચાલુ રાખીશું. કંપની માટે અનેક કર્મચારીઓ અને અમારા મિશનમાં વિશ્વાસ ધરાવનારા લોકોની લાઈફ ચેન્જિંગ માટે હાલ ખુબ મોટી તક છે. મને ખબર છે કે ફ્રેશવકર્સ માટે હજુ શરૂઆતનો સમય છે. પંરતુ અમે આમ જ આગળ કરતા રહીશું. અત્રે જણાવવાનું કે ફ્રેશવર્કર્સની શરૂઆત ૨૦૧૦માં ચેન્નાઈમાં ગિરિશ માતૃભૂતમ અને શાન કૃષ્ણાસામી દ્વારા કરાઈ હતી. તેના ગ્રાહકો ૧૨૦થી વધુ દેશોમાં છે અને તેના તમામ રાજસ્વ અમેરિકામાં માન્યતા પ્રાપ્ત છે. આ એક આઈટી કંપની છે. કંપનીના ૭૬ ટકા કર્મચારીઓના ફર્મમાં શેર છે.  અત્રે જણાવવાનું કે ફ્રેશવકર્સે આઈપીઓ દ્વારા અમેરિકામાં ૯૧.૨ કરોડ ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

(3:24 pm IST)