Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

છેતરપિંડીમાં કર્ણાટક, યૌન શોષણમાં મહારાષ્ટ્ર અને વસૂલાતમાં યુપી આગળ

સાઇબર ક્રાઇમના ૭૮ ટકા કેસોમાં હોય છે પાંચ ઉદેશ

નવી દિલ્હી, તા.૨૩:  દેશમાં સાઇબર ક્રાંઇમના કેસો ઝડપથી વધ્યા છે. એનસીઆરબીના આંકડાઓ અનુસાર, એક વર્ષમાં ૧૨ ટકાના વધારા સાથે દેશમાં  સાઇબર ક્રાઇમના ૫૦૦૩૫ કેસ નોંધાયા હતા. તેમાંથી ૭૮ ટકા કેસ યૌન શોષણ, છેતરપીંડી, વસૂલાત, બદનામી અને બદલો   લેવાના ઉદેશથી અંજામ અપાયા હતા. તેમાં પણ સૌથી વધારે એટલે કે ૬૦ ટકા કેસ સાઇબર છેતરપિંડીના નોંધાયા હતા. બીજા નંબર પર યૌન શોષણના લગભગ ૭ ટકા કેસ છે.

દેશમાં યૌન શોષણના સૌથી વધારે કેસ ૬૧૨ મહારાષ્ટ્રમાં સામે આવ્યા. ત્યારપછી યુપીમાં ૫૬૦ અને આસામમાં ૪૮૩ કેસ નોંધાયા હતા. જબરદસ્તી વસૂલાતમાં યુપીમાં સૌથી વધારે ૧૦૫૫ કેસ નોંધાયા હતા. ૪૪૭ કેસસ્થાને બીજા નંબર પર આસામ અને ત્રીજા નંબર પર રહેલા ઓરિસ્સામાં ૧૭૫ કેસ નોંધાયા હતા.

સાઇબર છેતરપીંડીમાં સૌથી વધારે કેસ કર્ણાટકમાં ૯૬૮૦ નોંધાયા જયારે બીજા નંબર પર યુપીમાં ૪૬૭૪ કેસ જાહેર થયા. ત્રીજા નંબર પર તેલંગાણા છે. જયાં ૪૪૩૬ કેસ નોંધાયા હતા. આ ત્રણે રાજયોમાં મળીને છેતરપિંડીના કુલ કેસના ૬૨ ટકા કેસ નોંધાયા છે.

સાઇબર ક્રાઇમમાં વધારા બાબતે છત્તીસગઢ પાંચમા સ્થાને રહ્યું છે જયાં કુલ કેસ ૧૭૫ થી વધીને ૮૯૭ થયા હતા. રાજસ્થાન એક એવું રાજય છે જયાં સાઇબર ક્રાઇમના કેસ ૧૭૬૨ થી ઘટીનેે ૧૩૫૪ થઇ ગયા છે.

(3:00 pm IST)