Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કેનેડાની ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૭ ઉમેદવારો જીત્યા

ટોરેન્ટો, તા.૨૩: ભારતીય મૂળના ૧૭ કેનેડિયન ઉમેદવારો માટે આ ઇલેકશન યાદગાર બન્યું છે. આ ૧૭ જણ પોતાના મતવિસ્તારમાં વિજયી બન્યા છે. એમાં એનડીપી નેતા જગમિત સિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિત સજ્જનનો સમાવેશ છે.

કેનેડાની સંસદીય ચૂંટણીમાં શાસક લિબરલ પાર્ટીના નેતા અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જીતવા છતાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા છે, પરંતુ ભારતીય મૂળના ૧૭ કેનેડિયન ઉમેદવારો માટે આ ઇલેકશન યાદગાર બન્યું છે. આ ૧૭ જણ પોતાના મતવિસ્તારમાં વિજયી બન્યા છે. એમાં એનડીપી નેતા જગમિત સિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિત સજ્જનનો સમાવેશ છે.

આ ચૂંટણીમાં ૧૫૬ બેઠક એવી છે જેના પર ટ્રુડોનો પક્ષ આગળ હતો અથવા જીતી ગયો હતો. જોકે આ આંકડો ૨૦૧૯ની ચૂંટણીમાં જીતેલી બેઠકો કરતાં એક ઓછો અને બહુમતી માટે જરૂરી લક્ષ્યાંક કરતાં ૧૪ ઓછો હતો. બહુમતી માટે ૧૭૦ બેઠકોની જરૂર હોય છે. શાસક પક્ષના અન્ય વિજયી ભારતીયોમાં અનિતા આનંદ, બર્ડિશ ચગ્ગર, કમલ ખેરા, રુબી સહોતા, સોનિયા સિધુ, મનિન્દર સિધુ, સુખ ધાલીવાલ, જયોર્જ ચહલ, આરિફ વિરાણી, રણદીપ સરાઇ, અંજુ ધિલોન, ચંદ્ર આર્યા અને ઇકવિન્દર ગહીરનો સમાવેશ હતો.

(2:56 pm IST)