Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ફજેતીની બીકે ઇમરાનને વિદેશમાંથી મળેલ ગીફટની માહિતી ન જાહેર કરાઇ

અન્ય રાષ્ટ્રધ્યક્ષો પાસેથી મળેલ ભેટની ગોપનીયતા રાખવા માંગીએ છીએઃ સરકારનો લુલો બચાવ

ઇસ્લામાબાદ, તા.૨૩: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાની ફજેતીનો ડર સતાવી રહ્યો છે, જેથી તેઓ વિદેશમાંથી મળેલ ગીફટની માહિતી આપવાથી બચી રહ્યા છે. રાજકીય મામલાઓના ઇમરાનના વિશેષ સહાયક શાહબાઝ ગીલે સ્પષ્ટ કર્યુ છે કે સરકાર મળેલ ભેટ અંગેની માહિતી સાર્વજનિક નહીં કરે. સોશ્યલ મીડીયા ઉપર ચાલી રહેલ જંગની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવેલ કે અન્ય રાષ્ટ્રધ્યક્ષો પાસેથી મળેલ ગીફટની ગોપનીયતા બનાવી રખાશે.

જણાવેલ કે વડાપ્રધાન ઇમરાન પાકિસ્તાની ચેનલના રીપોર્ટ મુજબ શાહબાઝ ગીલે જણાવેલ કે વડાપ્રધાન ઇમરાનને મળેલ ગીફટનું લીસ્ટ જાહેર કરવું અથવા તેની તુલના અન્ય દેશો સાથે કરવી યોગ્ય નથી. ખાસ તો એ ગીફટ જેને મુસ્લીમ રાષ્ટ્રો પાસેથી મળેલ છે. જેની સાથે પાકિસ્તાનને સારા સંબંધો છે. સામાન્ય રીતે વડાપ્રધાન આ ભેટોને તોશાખાનામાં જમા કરાવે છે. પણ જો વડાપ્રધાન કોઇ વસ્તુ પોતાની પાસે રાખવા માંગતા હોય તો તેના માટે ચૂકવણી કરવી પડે છે.

જો કે ગીલે એ ચોખ્ખવટ નથી કરી કે ઇમરાને કઇ ગીફટ રાખી છે અને કઇ તોશાખાનામાં જમા કરાવી છે. જો કે તેમણે પૂર્વ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવેલ કે પહેલા મળેલ રકમમાંથી ૧૫ ટકા જમા થતા હતા જયારે અમારી સરકારમાં ભેટના ૫૦ ટકા મુલ્ય કોષાગારમાં જમા કરવામાં આવે છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવેલ જયારે એક પાકિસ્તાની નાગરીકે ઇમરાનને વિદેશમાંથી મળેલ ગીફટ અંગે સૂચના આયોગ પાસે માહિતિ માંગેલ. જો કે ફજેતીની બીકે સરકારે આયોગને લીસ્ટ જાહેર કરવા ઇન્કાર કરેલ.

(12:58 pm IST)