Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમેરિકામાં ફાઈઝરનો બૂસ્ટર ડોઝ આપવા મંજૂરી

૬૫ વર્ષથી વધારે ઉંમરના અથવા ગંભીર બિમારીથી પીડિત લોકોને

ન્યૂયોર્ક તા.૨૩ તા. ૨૩ : દુનિયાભરમાં એકવાર ફરી કોરોનાના વધતા સંકટને જોતા અમેરિકામાં ફાઈઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકન ખાદ્ય તથા ઔષધિ પ્રશાસને ફાઈઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી દીધી છે. એફડીએના વિશેષજ્ઞ સલાહકારોની એક પેનલનું કહેવું છે કે ફાઈઝર ઈંક અને BioNTech એસઈ તરફથી બનેલી કોરોનાન રસીને બૂસ્ટર ડોઝ એ લોકોને આપવા જોઈએ જે ગંભીર રીતે પીડિત છે. ઉલ્લેખનીય છે કે ફાયઝર અને FDAએ ૧૬ વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો માટે બૂસ્ટર ડોઝની મંજૂરી માંગી હતી. જોકે વિશેષજ્ઞ સલાહકારોની પેનલે આ અરજીને ફગાવી દીધી. તેમણે સ્પષ્ટ કહી દીધું કે બૂસ્ટર ડોઝ ફકત ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકો અથવા ગંભીર બિમારીથી પીડિત લોકોને આપવા જોઈએ, આની સાથે પેનલે કહ્યું કે બૂસ્ટર ડોઝ યુવાઓ માટે ખતરનાર સાબિત થઈ શકે છે. અમેરિકન ખાદ્ય તથા ઔષધિ પ્રશાસનના વિશેષજ્ઞ પેનલે ૧૬ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે કોરોનાના બૂસ્ટર ડોઝની મંજૂરીની વિરૂદ્ઘ મતદાન કર્યુ. પરંતુ ૬૫થી વધારે અને ઉચ્ચ જોખમ વાળા લોકો માટે ફાઈઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. પેનલે કોરોના રસીના બૂસ્ટર ડોઝ માટે ૧૮-૦થી મતદાન કર્યુ છે. પેનલથી મંજૂરી મળ્યા બાદ ૬૫ વર્ષથી વધારે ઉંમરના તમામ વ્યકિતઓ અને ગંભીર બિમારીથી પીડિત દર્દીઓને ફાઈઝર રસીના બૂસ્ટર ડોઝ લગાવી શકાય.

(11:36 am IST)