Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ચીને ૨૦૧૭માં ભારત પર સાયબર હુમલો કર્યો હતો

૧૩ વર્ષથી ભારત પર ચીન દ્વારા સાઈબર એટેકઃ અમેરિકા સ્થિત ચાઈના એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટ્યુટ નામની થિન્ક ટેન્કનો દાવો કરતા વિશ્વભરમાં ખળભળાટ

વોશિંગ્ટન, તા. ૨૩: અમેરિકા સ્થિત ચાઈના એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટ્યુટ નામની થિક્ન ટેક્નના દાવા પ્રમાણે, ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન પર પણ ચીને ૨૦૧૭માં સાયબર એટેકનો પ્રયત્ન કર્યો હતો.

સીએએસઆઈનુ કહેવુ છે કે, છેલ્લા ૧૩ વર્ષથી ભારત પણ ચીન દ્વારા સતત સાઈબર એટેક કરવામાં આવી રહ્યો છે.ઈસરોનુ પણ માનવુ છે કે, સેટેલાઈટ કોમ્યુનિકેશન સામે સાયબર એટેક મોટો ખતરો બની શકે છે.જોકે હજી સુધી હેકર્સના પ્રયત્નો સફળ થયા નથી. સંસ્થાના ૧૪૨ પેજના રિપોર્ટમાં કહેવાયુ છે કે, ૨૦૧૨ થી ૨૦૧૮ની વચ્ચે ચીને સંખ્યાબંધ વખત ભારતીય નેટવર્ક પર સાયબર એટેકને અંજામ આપવાની કોશિશ કરી હતી.૨૦૧૨માં તો ભારતની જેટ પ્રપોલ્શન લેબોરેટરી ચીનના નિશાના પર હતી.ચીન આ હુમલા થકી તેના નેટવર્ક પર કંટ્રોલ મેળવવાની કોશિશ કરી રહ્યું હતું. ભારતની સ્પેસ રિસર્ચ સંસ્થા ઈસરોનુ કહેવુ છે કે, ઈસરોના નેટવર્ક હેક કરવાના પ્રયાસો તો થયા છે પણ આ પ્રયાસો હજી સુધી સફળ થયા નથી. ઈસરો પાસે એવી સિસ્ટમ છે જે હેકિંગનો પ્રયાસ થાય કે તરત જ એલર્ટ આપી દે છે.

(10:17 pm IST)