Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વાયદામાં સોના ચાંદીમાં જબરો કડાકો :MCX પર સોનું 50,000ની નીચે: ચાંદીમાં પણ તોતિંગ ઘટાડો

અમદાવાદમાં સોનામાં 10 ગ્રામે 750 રૂપિયા અને ચાંદીમાં દોઢ હજારનું ગાબડું

નવી દિલ્હીઃ બુલિયન બજારમાં ઘટાડા તરફી માહોલ જોવાઈ રહયો છે મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ (MCX) પર સોનાના વાયદાનો ભાવ 50,000ની નીચે ઉતરી ગયો છે. ડોલર મજબૂત રહેતા અને રસીની આશાએ ભારે વેચવાલીના લીધે સોનાના ભાવમાં કડાકો બોલ્યો હતો.

 એમસીએક્સ પર સોનાનો ભાવ 1.14 ટકા કે 572 રૂપિયા ઘટીને 49,809 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ 3.70 ટકા ઘટીને 58,949 થયો હતો. જો કે હાજર બજારમાં 99.9 શુદ્ધતાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 50,222 પર ટ્રેડ થતો હતો અને ચાંદીનો ભાવ 58,217 રૂપિયા પર ટ્રેડ થતો તો, એમ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રેટ ચાર્ટમાં જણાવાયું હતું.

એન્જેલ બ્રોકિંગના કોમોડિટીઝ એન્ડ કરન્સી રિસર્ચ હેડના જણાવ્યા મુજબ જો વેપારીઓ સોનુ વેચે તો તેનો લક્ષ્યાંક 49,600નો રાખવો અને સ્ટોપ લોસ 50,500 રાખવો. તેઓ ચાંદીને 61,800એ વેચીને તેનો સ્ટોપ લોસ 59,500 રાખી શકે છે

 

અમદાવાદમાં પણ સોનું પ્રતિ દસ ગ્રામે 750 રૂપિયા જેટલુ ઘટ્યુ હતુ. 99.9 સોનાનો ભાવ 50,750–51,750 થયો હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 50,550-51,550 થયો હતો. હોલમાર્ક સોનાનો ભાવ 50,715 થયો હતો. ચાંદીમાં પણ કડાકો બોલ્યો હતો. ચાંદી ચોરસાનો ભાવ દોઢ હજાર રૂપિયા ઘટીને 57,000-58,500 થયો હતો અને ચાંદી રૂપુનો ભાવ પણ તેટલો ઘટીને 56,800થી 58,300 થયો હતો. ચાંદી સિક્કાનો ભાવ 575-775 હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં પ્રતિ ઔંસ 1,877ના ભાવે સોદા પડી રહ્યા છે. તેના માટે આગામી ટેકારૂપ સપાટી 1,857 અને પછી 1820 ડોલરની છે. આ સ્તરને સોનાની ખરીદવા માટે સારુ એન્ટ્રી પોઇન્ટ મનાય છે. સોનાએ બુધવારે 1,880 ડોલરની મહત્ત્વની ટેકારૂપ તોડી હતી. સોનાએ તાજેતરમાં ઘટાડો જારી રાખ્યો હોવા છતાં પણ હાલના સ્તરે તેણે વાર્ષિક ધોરણે હજી પણ 24 ટકાની વૃદ્ધિ દર્શાવી છે.

સોનાની સાથે ચાંદીએ પણ બુધવારે 23.50 ડોલરની મહત્વની ટેકારૂપ સપાટી તોડી હતી. તેમા પ્રતિ ઔંસ 23.34 ડોલરના ભાવે ટ્રેડિંગ થતુ હતુ. આમ છતાં પણ ચાંદીએ આજની તારીખે 35 ટકા સુધી વળતર આપ્યું છે.

સોના અને ચાંદીમાં ઘટાડો થવાની સાથે ઇક્વિટીમાં વધેલા વોલ્યુમે પણ તેના પર અસર કરી છે. ઓગસ્ટમાં સોનાના વાયદામાં 16,940.43 લોટનું વોલ્ટમ સપ્ટેમ્બરમાં ઘટીને 13,197.94 લોટ થયું છે

(8:33 pm IST)
  • મ.ન.પા.માં ૩૬૪ એપ્રેન્ટીસની ભરતીઃ ૧ વર્ષની તાલીમ માટે ઓર્ડરો : રાજય સરકારની યોજનાં અન્વયે મ.ન.પા. દ્વારા વિવિધ વિભાગોમાં ૩૬૪ જેટલાં યુવક-યુવતીઓને એપ્રેન્ટીશની તાલીમ માટે એક વર્ષ માટે નિયુકત કરવાનાં ઓર્ડરો અપાયા છે જેમાં વાયરમેન, સર્વેયર, ઇલેકટ્રીશ્યન, મોટર મીકેનીક, એર કન્ડીશન-રેફ્રીજરેશન, ડીઝલ મીકેનીક, પ્લમબર, પેઇન્ટર, લેબ એટેન્ડન્ટ, પ્રોગામીંગ, સીસ્ટમ એડમિનીસ્ટ્રેશન, વેલ્ડર વગેરે ટ્રેડનાં તાલીમાર્થીઓને તેઓને લગત વિભાગમાં નિયુકિત અપાઇ છે. access_time 3:27 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 84,269 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 57,27,750 થઇ: હાલમાં 9,68,690 એક્ટિવ કેસ : વધુ 82,686 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 46,67,078 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1113 લોકોના મોત સાથે મૃત્યુઆંક 91,163 થયો access_time 1:03 am IST

  • મુંબઈમાં અત્યારે મોડી રાત્રે પણ ભારે વરસાદ ચાલુ છે. વીજળીની ગાજવીજ અને કડાકા-ભડાકા વચ્ચે જોરદાર વરસાદ પડી રહ્યો છે. આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. access_time 11:51 pm IST