Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

યુનોમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને ફરી એક વાર કાશ્મીરનું ગાણું ગાયું: ભારત વિરૂધ્ધ ઓકયું ઝેર

ન્યુયોર્ક,તા.૨૩: UN જનરલ એસેમ્બલીના મંચ પરથી તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્યપ એર્દોગને ફરી એક વાર કાશ્મીર અંગ ઝેર ઓકયું છે. તેમણે કહ્યું કે કાશ્મીર સળગતો મુદ્દો છે.

તેમણે વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની વિશેષ દરજ્જો (કલમ ૩૭૦ ) હટાવ્યા પછી આ સમસ્યા વધુ ગંભીર બની ગઇ છે. અમે UNનાં ઠરાવ હેઠળ કોઈ સમાધાન ઇચ્છીએ છીએ. તેમણે પોતાના સંબોધન દરમિયાન પાકિસ્તાનની પ્રશંસા પણ કરી હતી.

ઓગસ્ટમાં ઇદ ઉલ અઝહા નિમિત્ત્।ે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરતાં કાશ્મીરને સમર્થન આપવાની ખાતરી આપી હતી.

એર્દોગને અગાઉ પણ દ્યણી વખત કાશ્મીરની તુલના પેલેસ્ટાઇન સાથે કરી છે. એટલું જ નહીં, તેમણે કોરોના કાળમાં પણ ભારત પર કાશ્મીરમાં જુલમનો ખોટો આરોપ લગાવ્યો હતો.

જયારે સત્ય વાત એ છે કે ભારતને કાશ્મીરમાં લોકશાહીનો પાઠ શીખવવાનો પ્રયાસ કરી રહેલા એર્દોગન તુર્કીમાં જાતે જ એક કટ્ટર ઇસ્લામિક સરમુખત્યાર તરીકે ઓળખાય છે.

(11:47 am IST)