Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઇસ્ટ આફ્રિકાના સેશેલ્સમાંની શેલ કંપનીમાંથી અદાણીને મળેલા ૧૦૧ કરોડ શંકાના દાયરામાં

આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ કૌભાંડમાં અદાણી ગ્લોબલ PTE નામ ઊછળ્યું : થિઓન્વિલની અદાણી ગ્લોબલ PTEને ટ્રાન્સફર સંદિગ્ધ : ન્યૂયોર્કની ફાઇનાન્શિયલ વોચડોગ કંપનીનો દાવો

નવી દિલ્હી,તા.૨૩ : અમેરિકાની નાણાં વિભાગની તપાસ એજન્સી 'ધી ફાઈનાન્સિયલ ક્રાઈમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક' (ફિનસેન)ને સુપરત કરાયેલા સસ્પિશિયસ એકિટવિટી રિપોર્ટ્સ (SAR) ગ્રુપની સિંગાપોર સ્થિત ગ્લોબલ કંપની  'અદાણી ગ્લોબલ PTE' નું નામ ઊછળ્યું છે. સેશેલ્સમાં સરનામાં ધરાવતી રોકાણકાર કપની થિઓન્વિલ ફાયનાન્સિયર લિમિટેડ અને  'અદાણી ગ્લોબલ PTE' વચ્ચે વ્યવહારો થયા હોવાનું SARમાં જણાવાયું છે. ડિજિટલ વ્યવહાર મારફતે થિઓન્વિલ

ફાયનાન્સિયર લિમિટેડ પાસેથી 'અદાણી ગ્લોબલ PTE' એ કુલ રૂ. ૧૦૧.રર કરોડ (૧૪.૪૬ મિલિયન ડોલર)ની રકમ મેળવી હતી.આ વ્યવહારો અંગે અદાણી ગ્રુપના પ્રવકતાએ જણાવ્યું હતું કે, થિઓન્વિલ ફાયનાન્સિયર લિમિટેડ સાથે થયેલા અમારા તમામ - વ્યવહારો કાયદેસર છે અને આ અંગે સંબંધિત સત્ત્।ાવાળાઓને જાણ કરાઈ છે. SARને પગલે અગ્રણી કંપનીઓ દ્વારા શેલ (લેભાગુ) કંપનીઓ ઉભી કરીને સિસીલીમાં નાણાં સગેવગે કરવામાં તેમજ મની લોન્ડરિંગ પ્રવૃત્ત્િ।માં તેનો કેવી રીતે ઉપયોગ કરાતો હોવાની વિગતોનો પર્દાફાશ થવાને પગલે શેલ કંપનીઓ સામે લાલ બત્તી ધરી છે. બેંક ઓફ ન્યૂયોર્ક મેલ્લન્સ (BNYM) દ્વારા કેટલીક કંપનીઓના શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢીને SAR તૈયાર કરાયો છે. સેશેલ્સમાં શેલ જેવી કંપનીઓ વચ્ચે ૨૦૦૫ થી ૨૦૧૪ના સમયગાળામાં થયેલા ૬.૨૪ અબજ ડોલરની હેરફેર થઈ હોવાના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું જોવા મળ્યું છે. ફકત જાન્યુઆરી મહિનામાં ૧૦૫ મિલિયન ડોલરના ૧,૨૪૧ નવા વ્યવહારો થયા હતા. (૨૫.૫)

 અદાણી ગ્લોબલ PTEના ટ્રસ્ટને ૪ ડિજિટલ વ્યવહાર મારફતે કુલ ૫.૬ મિલિયન ડોલરની ચુકવણી કરવામાં આવી હતી. સિંગાપોરમાં જુલાઈ. ૨૦૧૩માં ICICI બેંકના ખાતામાં આ રકમ જમા થઈ હતી. થિઓન્વિલ ફાઇનાન્સિયર લિમિટેડ દ્વારા ડિજીટલ વ્યવહાર મારફતે જંગી રકમ મોકલાઈ હોવાથી આ વ્યવહાર શંકાસ્પદ ગણાય છે.

 જાન્યુઆરી, ૨૦૧૫માં ત્રણ ડિજિટલ વ્યવહારો મારફતે થિઓન્વિલ ફાઇનાન્સિયર લિમિટેડે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક એકાઉન્ટ મારફતઅદાણી ગ્લોબલ PTEને ૬.૦૬ મિલિયન મોકલ્યા હતા.

 જૂન, ૨૦૧૩માં એક જ સપ્તાહમાં બે ડિજિટલ વ્યવહારો મારફતે થિઓન્વિલ ફાયનાન્સિયર લિમિટેડે, અદાણી ગ્લોબલ PTEને ૨.૮ મિલિયન ડોલર મોકલ્યા હતા.

(11:46 am IST)