Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મોદી ફિટનેસ અંગે કાલે લોકો સાથે ચર્ચા કરશે

નવી દિલ્હી,તા.૨૩:'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિત્ત્।ે રાષ્ટ્રીય સ્તરે ગુરૂવારે યોજાનારા 'ફિટ ઈન્ડિયા ડાઇલોગ' દરમિયાન વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફિટનેસથી પ્રભાવિત લોકો અને નાગરિકો સાથે ચર્ચા કરશે. ઓનલાઇન ચર્ચા દરમિયાન મોદી તેમની ફિટનેસની સફર તથા સ્વાસ્થ્યવર્ધક જીવન અંગે પોતાના મંતવ્ય રજૂ કરશે, એમ એક સત્ત્।ાવાર નિવેદનમાં મંગળવારે જણાવાયું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટર વિરાટ કોહલી, મોડલ મિલિંદ સોમન, ન્યૂટ્રિશનિસ્ટ રુતુજા દિવેકર તથા અન્ય હસતીઓ ભાગ લેશે.

કોરોના મહામારી દરમિયાન જીવનમાં ફિટ રહેવાનું મહત્ત્વ સમજાઇ રહ્યું છે ત્યારે આ ચર્ચાને મહત્ત્વની ગણવામાં આવી રહી છે. આ ચર્ચામાં કોઇ પણ એનઆઇસીની વેબસાઇટ લિંક દ્વારા ભાગ લઇ શકશે. ૨૪મી સપ્ટેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકથી ચર્ચા શરૂ થશે.

(11:23 am IST)